બહુ ચર્ચિત બનાવટી લેટર કાંડ મુદ્દે જિલ્લા સાંસદ અને જિલ્લા ના પાંચ ધારાસભ્ય સહિત ના પદા અધિકારી નેતા ઓ પાસે અભિપ્રાય માંગતા પૂર્વ સાંસદ ઠુંમર - At This Time

બહુ ચર્ચિત બનાવટી લેટર કાંડ મુદ્દે જિલ્લા સાંસદ અને જિલ્લા ના પાંચ ધારાસભ્ય સહિત ના પદા અધિકારી નેતા ઓ પાસે અભિપ્રાય માંગતા પૂર્વ સાંસદ ઠુંમર


બહુ ચર્ચિત બનાવટી લેટર કાંડ મુદ્દે જિલ્લા સાંસદ અને જિલ્લા ના પાંચ ધારાસભ્ય સહિત ના પદા અધિકારી નેતા ઓ પાસે અભિપ્રાય માંગતા પૂર્વ સાંસદ ઠુંમર

અમરેલી જિલ્લા માં બહુ ચર્ચિત બનાવટી લેટર કાંડ માં પાયલ ગોટીને થયેલ અન્યાય બાબતે જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત જિલ્લા ના પાંચ ધારાસભ્ય સહિત પદા અધિકારી ઓના અભિપ્રાય સ્પષ્ટ અભિપ્રાય માંગતા પૂર્વ સાંસદ ઠુંમરે પત્ર પાઠવ્યા
એક રાજકીય કોન્ટ્રાકટરને ત્યાં ફરજ બજાવતી અમરેલી તાલુકાનાં વિઠ્ઠલપુર ગામની યુવતી પાયલ ગોટી ને રાત્રે ૧૨:૦૦ વાગે પોલીસ ઘરેથી ઉઠાવી જાય છે અને ધરપકડ બીજા દિવસની બતાવવામાં આવે છે. LCB ના પોલીસ અધિકારી P.S.I. સહિત પાંચ વ્યક્તિઓ સાથે વિઠ્ઠલપુર મુકામેથી તેમને લઈ ગયા. આ બાબતે નારી સ્વાભિમાન આંદોલન રાજકમલ ચોકમાં યોજી જુદી-જુદી સામાજીક સંસ્થાઓનો ટેકો લઈ એક આંદોલન કરવામાં આવેલ હતું. અમરેલી અડધો દિવસ બંધનું પણ એલાન આપવામાં આવેલ હતું. ત્યારબાદ સુરત ખાતે પાયલને ન્યાય મળે તે માટે એક દિવસ પ્રતિક ઉપવાસ કોઇ રાજકીય બાબતોને ધ્યાને લીધા સિવાય માત્રને માત્ર દિકરીને ન્યાય આપવા માટે કરવામાં આવેલ. આ બાબતે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડલાઇનનું સંપુર્ણ અવમુલ્યન થયુ છે. પોલીસે પોતાનો સીવીલ કોડ છોડીને કાર્યવાહી કરી છે તે બાબતે અમરેલીના પનોતા પુત્ર અને રાજકોટનાં સાંસદ પુર્વ મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા, ઇફકોના પુર્વ ચેરમેન પુર્વ સાંસદશ્રી દિલીપભાઇ સંઘાણી, પુર્વ સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, રાજયનાં પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિતના જુદી-જુદી સંસ્થાઓના અનેક આગેવાનોએ આ કૃત્ય ખોટુ થયું છે તેવો સ્પષ્ટ એકરાર કર્યો છે ત્યારે આ બાબતે આપનો શું અભિપ્રાય છે? તે જાહેરજીવનનાં આગેવાન તરીકે અને અમરેલીના પ્રજાજન તરીકે મને તેમજ અમરેલી સંસદીય મતવિસ્તારના આપને આપેલા મતદારોને પણ જાણવાનો અધિકાર છે ત્યારે આપનો શું અભિપ્રાય થાય છે? તે બાબતનું પ્રેસનિવેદન કરીને અમરેલીની જનતાને જણાવવામાં આવે તેવી આ પત્રથી વિનંતી કરી રહ્યો છું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.