ભાભર:દેવકાપડીના રણછોડપુરા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો - At This Time

ભાભર:દેવકાપડીના રણછોડપુરા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો


ભાભર તાલુકાના દેવકાપડીના (રણછોડપુરા ) પ્રાથમિક શાળામાં 18 વર્ષ થી શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પીપળીયાં ગામના વતની અજિતસિંહ મહોબતસિંહ રાઠોડ ની બદલી એમના વતન થતા સમસ્ત દેવકાપડી ગ્રામજનો અને રણછોડપુરા શાળા પરિવાર શિક્ષકગણ સ્ટાફ, દયારામભાઈ આચાર્ય તેમજ ઉત્સાહી શિક્ષક મહેન્દ્રભાઈની મહેનત થી ભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, કાર્યક્રમ ની શરૂવાત દીપપ્રાગટ્ય કરી,શિક્ષકનો વિદાય પ્રસંગ ભવ્ય ઉજવણી કરાઈ હતી,બદલી બાદ વિદાય લેતા શિક્ષકનું 100 થી વધુ લોકોએ ભેટ-સોગાદ આપી સન્માન કર્યું તેમજ વિદ્યાર્થીઓ,કર્મચારીઓ દેવકાપડી ગ્રામજનો અને બલોધણ ગામ સહિત ના અગ્રણીઓ અને લોકો એ ફૂલ હાર પહેરાવી ભેટ આપી સન્માન કર્યું હતું આ પ્રસંગે ગ્રામજનો તેમજ crc સેન્ટર શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા,કાર્યક્રમના અંતે સૌ ભોજન લઈ છુટા પડ્યા હતા.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.