સેન્ટ્રલ જેલના કલાર્કના મકાનમાંથી દાગીના અને રોકડ સહિત રૂ।.98 લાખના મુદ્દામાલની ચોરી - At This Time

સેન્ટ્રલ જેલના કલાર્કના મકાનમાંથી દાગીના અને રોકડ સહિત રૂ।.98 લાખના મુદ્દામાલની ચોરી


રાજકોટમાં 150 ફુટ રિંગરોડ પર આવેલ નેમિનાથ સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી સેન્ટ્રલ જેલના કલાર્કના બંધ મકાનમાંથી દાગીના અને રોકડ સહિત રૂ।.4.98 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતાં. સેન્ટ્રલ જેલના કલાર્ક અને તેનો પરીવાર ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે ગયાં બાદ બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ હાથફેરો કરી માલસામાન વેરવિખેર કરી નાસી છૂટ્યા બાદ પરિવારજનો પરત ઘરે ફરતાં બનાવની જાણ થઈ હતી અને ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં દોડી આવેલ પોલીસ કફલાએ ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો હતો. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને ઝડપી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને મુદ્દામાલ કબ્જે કરી તસ્કરની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
બનાવ અંગે 150 ફૂટ રિંગરોડ લર નાણાવટી ચોક પાસે સત્યનારાયણ પાર્ક ગેઈટ નં.33 ની સામે નેમિનાથ સોસાયટીમાં રહેતાં ચંદ્રકાંન્તભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.56) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ મધ્યસ્થ જેલમાં સિનીયર ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેઓને સંતાનમા બે પુત્ર છે. ગઇ તા.12/04/2024 ના સાંજના સમયે તેઓ તેમની પત્ની અને બંને પુત્ર તેમજ બંને પુત્રવધુ સાથે ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે મકાનના દરવાજાને લોક કરી તાળું મારીને ગયેલ હતા.
ગઈકાલે બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ તેઓ ઉજ્જૈનથી પરત રાજકોટ ઘરે આવેલ અને મકાનના દરવાજાનુ તાળુ ચાવીથી ખોલી અંદર પ્રવેશ કરતા જોયુ તો ઘરના અંદરના ભાગે ઘરનો તમામ સામાન વેર વિખેર પડેલ હતો અને ત્યારબાદ ઉપરના માળે ગયેલ અને ત્યાં પણ તમામ સામાન વેર વિખેર પડેલ હતો. તેમજ નીચેના બે રૂમના ત્રણ કબાટ તથા ઉપરના માળના બે રૂમના ત્રણ કબાટ ખુલ્લા હતા અને કપડા વેર વિખેર પડેલ હતા.
જેથી તેમના નાના પુત્ર આકાશે પોલીસ કંન્ટ્રોલ રૂમમા 100 નંબર પર ફોન કરેલ હતો. મકાનની અંદર જુદા જુદા કબાટના અંદરના ખાનામા રાખેલ સોના ચાંદીના દાગીનામાં સોનાનું મંગલસુત્ર આશરે 32 ગ્રામ રૂ।.90 હજાર, સોનાનુ નાનુ મંગલસુત્ર આશરે 10 ગ્રામ રૂ।.30 હજાર, સોનાનુ તનમનીયુ રૂ.1।5 હજાર, બે સોનાની વીંટીઓ રૂ।.15 હજાર, સોનાની બ્રેસલેટ નંગ-2 રૂ।.90 હજાર, સોનાની બુટીઓ જોડી-3 રૂ।.60 હજાર, સોનાની કડલી જોડી-2 રૂ।.90 હજાર, ચાંદીના દાગીનાની અલગ-અલગ વસ્તુઓ રૂ।.90 હજાર, ધડિયાલ નંગ-8 રૂ।.8 હજાર, લેપટોપ એક રૂ।.20 હજાર, કેમેરો એક રૂ।.20 હજાર તેમજ રોકડ રૂ।.50 હજાર મળી કુલ રૂ।.498 લાખનો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ મકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી નવેરામાંથી રસોડા મારફતે ઘરમા પ્રવેશ કરી ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઈ બી.ટી.અકબરીની રાહબરીમાં ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલ વિગત અનુસાર, સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોરીના સોનાના દાગીના અને રોકડ સાથે એક શખ્સને દબોચો લીધો હતો અને મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરતાં તસ્કરે રાજકોટના નેમિનાથ સોસાયટીમાં આવેલ મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપતાં ચોરીના બનાવમાં અન્ય શખ્સો સંડોવાયેલ છે કે ? તે અંગે તસ્કરની વિશેષ પૂછપરછ સુરત પોલીસે હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.