શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-બોટાદ સંચાલિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- બોટાદદ્વારા ટેલીસ્કોપ ભેટ કાર્યાક્રમ યોજાશે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-બોટાદ સંચાલિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- બોટાદદ્વારા ટેલીસ્કોપ ભેટ કાર્યાક્રમ યોજાશે
ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ & ટેકનોલોજી-ગુજરાત સરકારના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી-ગાંધીનગરના સહયોગથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ સંચાલિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ કાર્યરત છે જેમાં પ્રતિ વર્ષ જીલ્લા કક્ષાની સ્પર્ધાઓ તથા બોટાદ જીલ્લાની સૌ પ્રથમ સન્ડે સાયન્સ સ્કુલ કાર્યરત છે જે અનુસંધાને છેલ્લા ૬ વર્ષથી જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદના સહયોગથી જીલ્લાના બાળકો રાજ્ય કક્ષાએ વિજેતા બની નેશનલ કક્ષાએ પહોચવામાં સફળ રહ્યા છે.જે અનુસંધાને આ વર્ષે પણ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ પ્રોજેક્ટમાં રાજ્ય કક્ષાએ બોટાદ જીલ્લાનું નેતૃત્વ કરનાર તમામ શાળાઓને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી-ગાંધીનગરના સહયોગથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા ટેલીસ્કોપ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.શ્રી આદર્શ માધ્યમિક વિદ્યાલય, ડો.સર્વપલ્લીરાધાકૃષ્ણ નગર શાળા-૨૪,શ્રી યોગીરાજ વિદ્યામંદિર,શ્રી ઋષિકેશ વિદ્યાલય, અલાના કન્યા વિદ્યાલય,શ્રી તાજપર પ્રાથમિક શાળા,શ્રી ઝીન્ઝાવદર પ્રાથમિક વિદ્યાલય આ તમામ શાળાઓને સંસ્થાના ડાયરેક્ટર શ્રી માધવ સ્વરૂપ દાસજી સ્વામી,કેમ્પસ ડાયરેક્ટર મુકેશભાઈ કાનેટીયા,કો.ઓર્ડીનેટર નિકુંજભાઈ પંડિત,એકેડમિક કો.ઓર્ડીનેટર કાળુભાઈ ભોહરિયા,પ્રો.ઇન્ચાર્જ ભાવેશભાઈ થડોદા શુભેચ્છા પાઠવે છે.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.