જસદણના વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો રંગેચંગે સંપન્ન
જસદણના વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા તાજેતરમાં વાડીનું લોકાર્પણ, સમૂહલગ્ન, અને દાતાશ્રીઓનું સન્માન એમ ત્રિવિધ કાર્યક્રમો રંગેચંગે સંપન્ન થયાં હતાં આ અંગે કાર્યક્રમનાં અધ્યક્ષ અરવિંદભાઈ મોહનભાઈ કાતરીયા (મો.9426802651) એ જણાવ્યું હતું કે જસદણ શહેરમાં સૌ પ્રથમવાર વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી સાધુ સંતો રાજકીય, સામાજિક, સેવાકિય, આગેવાનોની હાજરીમાં પ્રથમ સમુહ લગ્ન યોજાયા જેમાં આઠ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં આજ દિવસે સમાજ માટે લાખોના ખર્ચે એક શ્યામવાડી બનાવવામાં આવી હતી જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ તમામ ખર્ચ માટે સમાજના દાતાઓએ દાનનો પરોપકાર કર્યોં તે તમામનું સન્માન કરવામાં આવ્યું હતું અરવિંદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમો પરમ પૂજ્ય શ્રી વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ કૃપાથી અને જસદણ વાટલિયા પ્રજાપતિ સમાજ કારોબારી સમિતિ ગીગેવ ગ્રુપ બાબરા સરવૈયા એજ્યુકેશન ટ્રસ્ટ મંડળ રાજકોટ મહિલા સમિતિ સહિતનાં તમામ સ્વયંમ સેવકો જે આવનાર મહેમાનો અને મહાનુભવો પાણી થી લઈ આરોગ્ય સુઘીના કામોમાં જે તનમન અને ધનથી સહકાર આપ્યો તે તમામનો જાહેર આભાર અરવિંદભાઈ એ છેલ્લે વ્યકત કર્યો હતો.
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.