અયોધ્યા સંબંધિત ફેક પોસ્ટ પર સોનુ નિગમે આપ્યું રિએક્શન:કહ્યું 'આ ગંદકીના કારણે મેં 7 વર્ષ પહેલાં ટ્વિટર છોડી દીધું મને રાજકીય કમેન્ટનો કોઈ શોખ નહીં' - At This Time

અયોધ્યા સંબંધિત ફેક પોસ્ટ પર સોનુ નિગમે આપ્યું રિએક્શન:કહ્યું ‘આ ગંદકીના કારણે મેં 7 વર્ષ પહેલાં ટ્વિટર છોડી દીધું મને રાજકીય કમેન્ટનો કોઈ શોખ નહીં’


બોલિવૂડ સિંગર સોનુ નિગમ હાલમાં જ ફરી એકવાર વિવાદોમાં છે. 4 જૂને જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાં ત્યારે અયોધ્યાથી ભાજપના ઉમેદવારની હારને લઈને ઘણી ચર્ચા થઈ હતી.આ હારને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી હતી, જેમાં સોનુ નિગમ ઉપર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. સોનુના નામની એક નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાઇરલ થઈ હતી, જેના કારણે લોકોએ તેમને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. સોનુએ હવે વાઇરલ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સોનુએ કહ્યું, 'આ ગંદકીના કારણે મેં ટ્વિટર છોડી દીધું'
એક મીડિયા સાથેની વાતચીતમાં સોનુ નિગમે કહ્યું કે 'વાઈરલ થયેલી પોસ્ટ સોનુ નિગમ સિંહના હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી. તેમના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, વ્યક્તિ બિહારનો છે અને ક્રિમિનલ વકીલ છે. મને નવાઈ લાગે છે કે ન્યૂઝ ચેનલો અને અન્ય ન્યૂઝ પ્લેટફોર્મ ગૂંચવાઈ ગયા છે અને બેઝિક ચેક પણ કરવામાં આવ્યા નથી. આ ગડબડને કારણે મને સાત વર્ષ પહેલાં ટ્વિટર છોડવાની ફરજ પડી હતી. મને રાજકીય કમેન્ટ કરવાનો શોખ નથી. હું ફક્ત મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં માનું છું. આ ઘટનાને કારણે હું મારા અને મારા પરિવાર માટે ચિંતિત છું. આ ફેક પોસ્ટને લઈને હોબાળો થયો હતો
અયોધ્યા સીટ પરથી ભાજપની હાર બાદ સોનુ નિગમ નામના એકાઉન્ટમાંથી એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે, 'જે સરકારે આખી અયોધ્યાને ચમકાવી, નવું એરપોર્ટ, રેલ્વે સ્ટેશન આપ્યું, 500 વર્ષ પછી રામ મંદિર બનાવ્યું, સંપૂર્ણ મંદિર અર્થતંત્ર આપ્યું. આ જ પાર્ટીને અયોધ્યા સીટ પર સંઘર્ષ કરવો પડ્યો હતો. અયોધ્યાવાસીઓ શરમજનક! આ પોસ્ટ વાઇરલ થતાં જ લોકોએ સોનુ નિગમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું' એક યુઝરે લખ્યું- 'શું તમને ગીત ગાવાનો મોકો પણ મળ્યો? શું તમે ક્યારેય એવા લોકોને મળ્યા છો જેમના ઘર તોડી પાડવામાં આવ્યા હતા અથવા તમે નકલી ગીતો ગાતા બેઠા રહ્યા? તમને શરમ આવવી જોઈએ. જ્યારે કંઈ ખબર ન હોય ત્યારે ગીત ન ગાવું જોઈએ.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.