નેશનલ હેરાલ્ડ મામલે સોનિયા-રાહુલના નિવેદનોની ફરી તપાસ કરવામાં આવશે - At This Time

નેશનલ હેરાલ્ડ મામલે સોનિયા-રાહુલના નિવેદનોની ફરી તપાસ કરવામાં આવશે


- બુધવારના રોજ મોટી કાર્યવાહી કરતા EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડની યંગ ઈન્ડિયા લિમિટેડ ઓફિસને શીલ કરી દીધી હતીનવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ 2022, ગુરૂવારEDને નેશનલ હેરાલ્ડ કેસમાં તેની સાથે જોડાયેલી સંસ્થાઓ વચ્ચે હવાલામાં લેવડ-દેવડના પુરાવા મળ્યા છે. યંગ ઈન્ડિયા પરિસરનું સર્ચ ઓપરેશન પુરુ કર્યા બાદ ED નેશનલ હેરાલ્ડ મામલે મોટી કાર્યવાહી કરી શકે છે. આ ઉપરાંત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિવેદનોની ફરીથી તપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગત બુધવારના રોજ મોટી કાર્યવાહી કરતા EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડની યંગ ઈન્ડિયા લિમિટેડ ઓફિસને શીલ કરી દીધી હતી. તપાસ એજન્સીને ત્રીજા પક્ષ અને નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલી સંસ્થાઓની વચ્ચે હવાલામાં લેવડ-દેવડના પુરાવા મળ્યા છે. યંગ ઈન્ડિયન પરિસરોમાં સર્ચ ઓપરેશન પુરુ કર્યા બાદ ED નેશનલ હેરાલ્ડ મામલે મોટી કાર્યવાહી કરશે. સર્ચ ઓપરેશન દરમિયાન તપાસ એજન્સીને યંગ ઈન્ડિયા લિમિટેડ ઓફિસમાંથી દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જે મુંબઈ અને કોલકાતાના હવાલા ઓપરેટરો પરથી હવાલા લેવડ-દેવડ દર્શાવે છે. સોનિયા-રાહુલના નિવેદનોની તપાસતપાસ એજન્સી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નિવેદનોની બીજી વખત તપાસ કરવામાં આવશે. ED સોનિયા ગાંધી અને રાહુલના આ દાવાથી સહમત નથી કે, એજેએલ અને યંગ ઈન્ડિયનના સબંધમાં બધા નાણાકીય નિર્ણય મોતી લાલ વોરા દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ED સોનિયા અને રાહુલ ગાંધીના આ સ્પષ્ટીકરણથી સહમત નથી કે, તેમને યંગ ઈન્ડિયન તરફથી તેની ધારા 25 કંપનીઓની એક્ટ ફર્મના રૂપમાં નાણાકીય લાભ નથી મળ્યો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.