3 દિવસ 12 કલાક અને 100થી વધુ સવાલ, નેશનલ હેરાલ્ડ મામલે સોનિયા ગાંધીની પૂછપરછ સમાપ્ત - At This Time

3 દિવસ 12 કલાક અને 100થી વધુ સવાલ, નેશનલ હેરાલ્ડ મામલે સોનિયા ગાંધીની પૂછપરછ સમાપ્ત


- રાહુલ ગાંધીને 5 દિવસ દરમિયાન EDએ 150 સવાલ પૂછ્યા હતાનવી દિલ્હી, તા. 27 જુલાઈ 2022, બુધવારED દ્વારા કોંગ્રેસી અધ્યક્ષ સોનિયા ગાંધીની આજની તથા ત્રીજી અને અંતિમ પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે. નેશનલ હેરાલ્ડ મામલે સોનિયા ગાંધીને ત્રીજા દિવસે લગભગ 3 કલાક સુધી સવાલ પૂછવામાં આવ્યા હતા. અહેવાલ પ્રમાણે હવે આગામી સમન્સ જારી ન થાય ત્યાં સુધી તેમણે કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર  નહીં થવું પડશે. તપાસ એજન્સીએ ત્રણ દિવસ દરમિયાન લગભગ 12 કલાકમાં સોનિયાને 100 થી વધુ સવાલ પૂછ્યા છે.સોનિયા ગાંધી બુધવારે લગભગ 3 કલાકની પૂછપરછ બાદ ED ઓફિસમાંથી નીકળી ચૂક્યા છે. અહેવાલ પ્રમાણે તપાસ એજન્સી જરૂર પડ્યા પર સમન્સ જારી કરી શકે છે. 3 દિવસ દરમિયાન તપાસ એજન્સીએ સોનિયાને મહત્વપૂર્ણ સવાલ પૂછી લીધા હતા. બીજી તરફ રાહુલને 5 દિવસ દરમિયાન EDએ 150 સવાલ પૂછ્યા હતા. ત્રીજા દિવસે પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનસોનિયા ગાંધીની પૂછપરછનો વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓએ ખૂબ જ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સાંસદ મનિષ તિવારી સહિત અનેક નેતાઓને પોલાસે કસ્ટડીમાં લીધા હતા. બીજી તરફ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, તેમણે રાહુલ ગાંધીને 5 દિવસ સુધી બોલાવ્યા અને હવે સોનિયા ગાંધીને ત્રીજી વખત બોલ્વ્યા છે. EDએ દેશમાં આતંક ફેલાવ્યો છે.ભાજપનો પલટવારભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પણ કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, ગાંધી પરિવાર પોતાને કાયદાથી પણ ઉપર સમજે છે. તેમણે કહ્યું હતું કે, 'તેમણે કાનુનને જવાબ આપવો જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ.' આ સાથે જ બીજેપી ચીફે એ પણ કહ્યું કે, પાર્ટી તરફથી કરવામાં આવેલું વિરોધ પ્રદર્શન 'સત્યાગ્રહ' નથી પરંતુ હકીકતને દબાવવાનો પ્રયત્ન છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.