મેડમ! ઈટાલીના બધા ડાન્સ બાર બંધ થઈ ગયા કે શું?:કોંગ્રેસનેતા સુપ્રિયા શ્રીનેતે સોનિયા ગાંધીને લઈને કર્યું આપત્તિજનક ટ્વીટ, જાણો શું છે સત્ય - At This Time

મેડમ! ઈટાલીના બધા ડાન્સ બાર બંધ થઈ ગયા કે શું?:કોંગ્રેસનેતા સુપ્રિયા શ્રીનેતે સોનિયા ગાંધીને લઈને કર્યું આપત્તિજનક ટ્વીટ, જાણો શું છે સત્ય


કોંગ્રેસનેતા સુપ્રિયા શ્રીનેત સાથે જોડાયેલું એક નકલી ટ્વીટ (સ્ક્રીનશોર્ટ) સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. વર્ષ 2012ના જણાવવામાં આવતા આ ટ્વીટમાં સોનિયા ગાંધીને લઇને આપત્તિજનક વાત લખવામાં આવી છે. ભાજપનેતા સિદ્ધ નારાયણે પોતાના ટ્વીટમાં કટાક્ષ કરતાં લખ્યું- અરે, આ શું જોઈ લીધું, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા જોઈ લેશે તો મુશ્કેલી થઈ જશે. ( આર્કાઇવ ટ્વીટ ) ટ્વીટ જુઓ: સિદ્ધ નારાયણે ટ્વીટમાં કોંગ્રેસનેતા શ્રીનેત અને પવન ખેડાને ટેગ પણ કર્યા છે. તપાસ દરમિયાન અમે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટના પ્રવક્તા યોગી દેવનાથનું પણ ટ્વીટ મળ્યું. પોતાના ટ્વીટમાં દેવનાથે લખ્યું- સોનિયા ગાંધી ઇટાલીમાં ડાન્સર હતાં એવું હું કહી રહ્યો નથી, સુપ્રિયા શ્રીનેત કહી રહ્યાં છે.( આર્કાઇવ ટ્વીટ ) ટ્વીટ જુઓ: એક્સ પર યોગી દેવનાથને 1.3 મિલિયન(13 લાખ) યુઝર્સ ફોલો કરે છે. સમાચાર લખાય ત્યાં સુધી યોગી દેવનાથના ટ્વીટને 8 હજારથી વધારે લોકો લાઇક કરી ચૂક્યા હતા. ત્યાં જ આ ટ્વીટ 3900 વખત રિપોસ્ટ થઈ ચૂક્યું હતું, એટલે એક્સ પર વાઇરલ થઈ ચૂક્યું હતું. એક્સ પર અન્ય યુઝર્સે પણ કોંગ્રેસનેતા સુપ્રિયા શ્રીનેતના કથિત ટ્વીટ સાથે જોડાયેલા સ્ક્રીનશોર્ટને શેર કરી રહ્યા છે, જેનું અર્કાઇવ વર્ઝન તમે અહીં અને અહીં જોઈ શકો છો. વાઇરલ કરવામાં આવેલા દાવાનું સત્ય શું છે? કોંગ્રેસનેતા સુપ્રિયા શ્રીનેતના કથિત ટ્વીટનું સત્ય જાણવા માટે અમે એમાં લખેલા ટેક્સ્ટને એક્સ પર એડવાન્સ સર્ચ કર્યું. સર્ચ રિઝલ્ટમાં અમને કોઈ ટ્વીટ મળ્યા નથી. જુઓ સ્ક્રીનશોક્ટ..... આગળની તપાસ માટે અમે સોશિયલ મીડિયા એનાલિટિકલ વેબસાઇટ Social Bladeની મદદ લીધી. અહીંથી અમને જાણવા મળ્યું કે કોંગ્રેસનેતા સુપ્રિયા શ્રીનેતે 25 જુલાઈ 2011ના રોજ પોતાનું એક્સ (પહેલાં ટ્વિટર) એકાઉન્ટ ક્રિએટ કર્યું હતું. હવે એ જાણવાનું હતું કે 24 એપ્રિલ 2012ના રોજ સુપ્રિયાએ શું ટ્વીટ કર્યું હતું. એનો જવાબ અમને એક્સ પર કરવામાં આવેલા એડવાન્સ સર્ચમાંથી મળ્યો. અમે 25 જુલાઈ 2011થી લઇને 3 મે 2012ની વચ્ચે સુપ્રિયા શ્રીનેત દ્વારા કરવામાં આવેલાં ટ્વિટ્સની તપાસ કરી તો જાણવા મળ્યું કે કોંગ્રેસનેતાએ પહેલું ટ્વિટ જ 2 મે 2012ના રોજ કર્યું હતું. જ્યારે વાઇરલ સ્ક્રીનશોર્ટમાં ટ્વીટની ડેટ 24 એપ્રિલ 2012 છે. સ્ક્રીનશોટ જુઓ... સ્પષ્ટ છે કે સુપ્રિયા શ્રીનેતના નામથી વાઇરલ ટ્વીટ ફેક એટલે નકલી છે અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ ઘટનાક્રમ પર સુપ્રિયા શ્રીનેતનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં કોંગ્રેસનેતાએ આવી કોઈ ટ્વીટનું ખંડન કરીને કહ્યું છે કે તેમણે એવું કોઈ ટ્વીટ કર્યું નથી. ત્યાં જ સુપ્રિયાએ ખોટું ટ્વીટ કરનાર પર કડક એક્શન લેવાની પણ વાત કરી છે. ફેક ન્યૂઝ વિરુદ્ધ અમારી સાથે જોડાઓ. કોઈપણ એવી સૂચના જેના પર તમને શંકા હોય તો તમે ઈમેલ કરો@fakenewsexpose@dbcorp.in અને વ્હોટએપ કરો-9201776050


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.