લગ્નના 4 દિવસ બાદ સોનાક્ષી-ઝહીરનો વીડિયો વાઇરલ:લગ્ન ઓફિશિયલ થતાં જ એક્ટ્રેસ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી, મિત્રોએ કપલની કરી મજાક - At This Time

લગ્નના 4 દિવસ બાદ સોનાક્ષી-ઝહીરનો વીડિયો વાઇરલ:લગ્ન ઓફિશિયલ થતાં જ એક્ટ્રેસ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી, મિત્રોએ કપલની કરી મજાક


એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે 23 જૂનના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના 4 દિવસ બાદ ગુરુવારે કપલે તેમના લગ્નના ફંક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.આ શોર્ટ ક્લિપમાં બંનેના રજિસ્ટર્ડ લગ્નની ઝલક જોવા મળે છે. આ વીડિયોમાં સોનાક્ષી ભાવુક થતી જોવા મળે છે. લગ્નવાળા ઘરમાં કંઈક આવો માહોલ હતો
આ વીડિયો શેર કરતી વખતે સોનાક્ષીએ લખ્યું કે, 'પરિવાર, મિત્રો, પ્રેમ, મિત્રતા, હાસ્ય, ખુશી, રમૂજી કમેન્ટ, ખુશીના આંસુ, ઈમોશન્સ અને સૌથી વધુ પ્યોર હેપ્પીનેસ... અમારા નાના લગ્નના ઘરમાં કંઈક આવું વાતાવરણ હતું ...' એક્ટર સિદ્ધાર્થે શત્રુઘ્નની સામે કહ્યું- ખામોશ
વીડિયોની શરૂઆતમાં જ્યારે ઝહીર અને સોનાક્ષી તેમના લગ્નની ફોર્માલિટીઝ પૂરી કરી રહ્યા હતા, ત્યારે તેમના મિત્રો તેમને ચીડવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન દરેક લોકો 'સોના કિતના સોના હૈ...' ગીત ગાતા જોવા મળ્યા હતા. વીડિયોમાં એક્ટર સિદ્ધાર્થ પણ સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહાનો ફેમસ ડાયલોગ 'ખામોશ' બોલતો જોવા મળ્યો હતો. લગ્ન બાદ એક્ટ્રેસ ઈમોશનલ થઇ
લગ્નની લીગલ ફોર્માલિટીઝ પૂરી કર્યા બાદ સોનાક્ષી ખુશીથી ઝૂમી ઉઠી હતી અને ઝહીરને ગળે લગાવ્યો હતો. આ દરમિયાન એક્ટ્રેસ ભાવુક થઈ ગઈ અને રડતા-રડતા બોલી - 'હું મારા આંસુ રોકી શકી નહીં...' આ વીડિયોમાં કપલ અને તેમના માતા-પિતા સિવાય એક્ટર સિદ્ધાર્થ, હુમા કુરેશી અને સાકિબ સલીમ પણ જોવા મળી રહ્યા છે. કપલે સાંજે રિસેપ્શન પાર્ટીનું કર્યું હતું આયોજન
23 જૂને દિવસ દરમિયાન થયેલા આ રજિસ્ટર્ડ મેરેજ પછી સોનાક્ષી અને ઝહીરે સાંજે શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાં બાસ્ટન ખાતે રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં સલમાન ખાન અને કાજોલ સહિત ઘણા સેલેબ્સ આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.