લગ્ન પહેલાં ઝહીરના ઘરે પહોંચી સોનાક્ષી:એક્ટ્રેસે ભાવિ સાસુ-સસરા અને નણંદ સાથે વિતાવ્યો સમય, તસ્વીર સો.મીડિયામાં વાઇરલ - At This Time

લગ્ન પહેલાં ઝહીરના ઘરે પહોંચી સોનાક્ષી:એક્ટ્રેસે ભાવિ સાસુ-સસરા અને નણંદ સાથે વિતાવ્યો સમય, તસ્વીર સો.મીડિયામાં વાઇરલ


છેલ્લા કેટલાક દિવસથી સોનાક્ષી સિંહા પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર સોનાક્ષી તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એટલું જ નહીં બંનેના લગ્નની તારીખ પણ સામે આવી છે. રિપોર્ટ અનુસાર આ કપલ 23 જૂને લગ્ન કરશે. આ દરમિયાન સોનાક્ષી ઝહીર ઈકબાલના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી હતી, જેની તસવીર સોશિયલ મીડિયા વાઇરલ થઇ છે. ઝહીરે પણ ફોટો રી-પોસ્ટ કર્યો
ઝહીરની બહેન અને સેલિબ્રિટી સ્ટાઈલિશ સનમ રતનસીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં સોનાક્ષી ભાવિ સાસુ, સસરા અને નણંદ સાથે જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતી વખતે સનમે હાર્ટ ઈમોજીસ બનાવી છે. સનમના ભાઈ ઝહીરે પણ આ તસવીરરી-પોસ્ટ કરી છે. ઝહીરનો પરિવાર સલમાનનીખુબ જ નજીક
ઝહીરના પરિવારની વાત કરીએ તો તેના પિતા ઈકબાલ જ્વેલર અને બિઝનેસમેન છે. એક્ટરની માતાગૃહિણી છે. ઝહીરનો એક નાનો ભાઈ પણ છે જે કોમ્પ્યુટર એન્જિનિયર છે. એક્ટરનો પરિવાર સલમાન ખાનની ખૂબ નજીક છે. સોનાક્ષીએ પિતાને ફાધર્સ ડે પર શુભેચ્છા પાઠવી હતી
આ સિવાય રવિવારે સોનાક્ષીએ પિતા શત્રુઘ્ન સિંહા સાથેનો એક ફોટો શેર કરીને તેમને ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતા એક્ટ્રેસે લખ્યું, 'હેપ્પી ફાધર્સ ડે, તમે મારી તાકાત છો...' 23મી જૂને સવારે રજિસ્ટર્ડ લગ્ન, સાંજે પાર્ટી
સોનાક્ષી અને ઝહીર 23 જૂને રજિસ્ટર્ડ લગ્ન કરશે. તે જ દિવસે સાંજે બંને મુંબઈના બાસ્ટન રેસ્ટોરાંમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે. લગ્નની પાર્ટીમાં ઘણા સેલેબ્સ હાજરી આપશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નની પાર્ટીમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજરી આપશે. ગેસ્ટ લિસ્ટમાં આયુષ શર્મા, હુમા કુરેશી, વરુણ શર્મા, સંજય લીલા ભણસાલી, ફરદીન ખાન, તાહા શાહ, અદિતિ રાવ હૈદરી, શર્મિન સહગલનાં નામ સામેલ છે, જેમને લગ્નનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની પાર્ટી શિલ્પા શેટ્ટીની પ્રખ્યાત રેસ્ટોરન્ટ બાસ્ટન ખાતે યોજાશે, જે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં સ્થિત છે. કપલ 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરે છે
અત્યારસુધી આ અટકળો પર સોનાક્ષી, ઝહીર અને તેમના પરિવાર તરફથી રિએક્શન આપવામાં નથી આવ્યું. સોનાક્ષી અને ઝહીર છેલ્લાં 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ભલે તે બંને સાથે હેંગઆઉટ અને પાર્ટી કરતાં જોવા મળે છે, પરંતુ તેમણે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોને સ્વીકાર્યાં નથી. બંને હંમેશાં મીડિયા સામે એકબીજાના માત્ર મિત્ર હોવાનું કહેતા હતા. 6 જૂન, 2022ના રોજ ઝહીરે સો.મીડિયામાં લેડીલવને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કરીને 'આઇ લવ યુ' કહ્યું હતું. સોનાક્ષીએ પણ કમેન્ટમાં સામે 'આઇ લવ યુ' કહ્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષીએ 2010માં સલમાનની ફિલ્મ 'દબંગ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અત્યાર સુધી તે 'રાઉડી રાઠોડ', 'લૂટેરા', 'હોલિડે', 'કલંક', 'દબંગ 3' અને 'ડબલ એક્સએલ' સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. સોનાક્ષી 1 મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'હીરામંડી'માં જોવા મળી હતી. તેને ફરીદાનના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, ફરદીન ખાન, શેખર સુમન જેવા કલાકારો પણ આ શ્રેણીમાં જોવા મળ્યાં હતાં. કોણ છે ઝહીર ઈકબાલ?
​​​​​​​ઝહીર ઈકબાલનો જન્મ 10 ડિસેમ્બર, 1988માં મુંબઈમાં થયો છે. તેનું પૂરું નામ ઝહીર ઈકબાલ રતનસી છે. ઝહીરે મુંબઈની સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં રણબીર કપૂર તેનો સિનિયર હતો. ઝહીરના પિતા ઈકબાલ રતનસી જ્વેલર અને બિઝનેસમેન છે અને સલમાન ખાનના સારા મિત્ર છે. આ જ કારણ છે કે બોલિવૂડમાં સ્થાન બનાવવા માટે ઝહીરને સલમાનનું પીઠબળ મળ્યું છે. ઝહીર જ્વેલર્સ પરિવારમાંથી આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.