સોખડા હરિધામ કેસ: સંતો-સાધ્વીઓના કાયમી વસવાટની માંગની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો - At This Time

સોખડા હરિધામ કેસ: સંતો-સાધ્વીઓના કાયમી વસવાટની માંગની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો


અમદાવાદ,તા.21 જુલાઈ 2022,ગુરૂવાર સોખડા હરિધામ વિવાદમાં પ્રબોધસ્વામીના હરિભકતો અને સંતોને ગોંધી રાખવા મુદ્દે હાઇકોર્ટમાં થયેલી હેબીયર્સ કોર્પસ અરજીનો આજે હાઇકોર્ટની ખંડપીઠે આખરે નિકાલ કર્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે,  પ્રસ્તુત હેબીયર્સ કોર્પસ પિટિશનના કાર્યક્ષેત્ર પ્રમાણે, સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુકત કરાવ્યા છે ત્યારે હવે આ અરજી ચાલુ રાખવાનો કોઇ અર્થ નથી. સંતો, સાધ્વીઓ અને અન્યોના પાસપોર્ટ અને મોબાઇલ ફોન પણ તેઓને અપાઇ ચૂકયા છે. સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુકત કરાવ્યા છે ત્યારે હવે આ અરજીનો અર્થ નથીહાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, આ કેસમાં વચગાળાની વ્યવસ્થા પ્રમાણે તેઓને અમદાવાદના નિર્ણયનગર અને આણંદના બાકરોલમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી પરંતુ તેમના કાયમી વસવાટ આપવા મુદ્દે હાલની અરજીમાં કોઇ માંગ થઇ નથી, તેથી જે માંગણી મૂળ અરજીમાં કરાઇ જ નથી, તેને લઇને હવે છેલ્લી ઘડીયે આ માંગણી થકી  રાહત માંગવાની કોશિશ સ્વીકારી શકાય નહી. સંતો અને સાધ્વીઓના વ્યકિતગત અને ખાનગી હક્કો માટે હેબીયર્સ કોર્પસ પિટિશન એ યોગ્ય ફોરમ નથી. વ્યકિતગત અને ખાનગી હક્કો માટે કાયદા પ્રમાણે અલગથી અરજીઓ કરવાની કોર્ટે મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સોખડા હરિધામ ગાદીના વિવાદમાં પ્રબોધસ્વામીના હરિભકતો અને સંતોને ગોંધી રાખવા મુદ્દે હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી થઇ હતી. જો કે, હાઇકોર્ટે બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવવા સૂચન કર્યું હતું. હાઇકોર્ટે આ કેસમાં મધ્યસ્થી માટે બોમ્બે હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એમ.એસ.શાહની નિમણૂંક કરી હતી. તા.૨૦મી જૂનના રોજ હાઇકોર્ટના મીડિએશન રૂમમાં મળેલી અંતિમ બેઠકમાં બંને પક્ષ વચ્ચે સમાધાન નહી થઇ શકયુ હોવા અંગેની સત્તાવાર જાણે આજે ગુજરાત હાઇકોર્ટને કરવામાં આવી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.