બોટાદ જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
બોટાદ જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
વર્ષ ૨૦૨૩-૨૪ માટે સરકારશ્રીના બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે ફળ-પાકોના વાવેતર,બાગાયતી યાંત્રિકરણ, કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન, ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે, બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે, મધમાખી ઉછેર, રક્ષિત ખેતી,શાકભાજી પાકોમાં વાવેતર માટે જેવા વિવિધ ધટકો માટે તા.૩૧/૦૫/૨૦૨૩ સૂધી ખેડૂતો અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્વામા આવ્યું છેલાભ લેવા માંગતા ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in)માં મોબાઇલ, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો સાથે સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ ખાતે રજુ કરવાની રહેશે. સામાન્ય રીતે, ખેડૂતો અરજી કર્યા બાદ પ્રિન્ટ કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી નામંજુર કે સહાય મેળવવામાં વિલંબ થાયછે જેની નોંધ લેવા તેમજ વધુ મહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક કરવા જણાવાયું છે
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.