અમરેલી જિલ્લા સહકારી સંધ બિન ચૂંટાઈ આવતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ને શુભેચ્છા પાઠવતા સ્થાનિક અગ્રણી કાર્યકરો - At This Time

અમરેલી જિલ્લા સહકારી સંધ બિન ચૂંટાઈ આવતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ને શુભેચ્છા પાઠવતા સ્થાનિક અગ્રણી કાર્યકરો


અમરેલી જિલ્લા સહકારી સંધ બિન ચૂંટાઈ આવતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ને શુભેચ્છા પાઠવતા સ્થાનિક અગ્રણી કાર્યકરો

અમરેલી જીલ્લા સહકારી સંઘ લી. અમરેલીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચુંટણી તાજેતરમાં જ યોજાઈ હતી. જેમાં સમગ્ર બોર્ડ બિનહરીફ ચુંટાઈ આવેલ હતું. લાઠી તાલુકાની સીટ ઉપર દામનગર સેવા સહકારી મંડળી લી. ના પ્રમુખ હરજીભાઈ નારોલા બિનહરીફ ચુંટાયા હતા. શ્રી નારોલા સન ૧૯૯૬ થી સતત અવિરત લાઠી તાલુકાના પ્રતિનિધી તરીકે ચુંટાતા આવ્યા છે. આજરોજ તા. ૨૧ જુન ૨૦૨૪ ના રોજ સંઘના ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચુંટણી યોજાતા ચેરમેન તરીકે મનીષભાઈ સંઘાણી તથા વાઇસ ચેરમેન તરીકે હરજીભાઈ નારોલા બિનહરીફ વરણી પામ્યા છે.અમરેલી જીલ્લા સહકારી સંઘ લી. ના વાઈસ ચેરમેન તરીકે હરજીભાઈ નારોલાની સતત ત્રીજી ટર્મ માટે વરણી થઈ છે. અત્રે યાદ રહે કે શ્રી નારોલા અ. જી. સ. સંઘ લી. અમરેલીમાં ૧૯૯૬ થી ડીરેક્ટર તરીકે અવિરત સેવા આપી રહયા છે. તેમજ અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અમરેલીમાં ૨૦૦૬ થી ડીરેક્ટર તરીકે સેવા બજાવી રહયા છે.
દામનગર સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ૧૯૯૫ થી તથા દામનગર નાગરિક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેન તરીકે ૧૯૯૭ થી નોધપાત્ર કાર્ય કરી સેવા આપી રહયા છે. તેઓના નેતૃત્વમાં મંડળીઓએ ખુબજ સરાહનીય પ્રગતિ કરી છે તે સુવિદીત છે. સહકારી અગ્રણી શ્રી હરજીભાઈ નારોલાને ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.ત્યારે દામનગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા પાલિકા સદસ્ય હિંમતભાઈ આલગિયા દામનગર કિસાન મોરચા ના જે બી નારોલા પ્રીતેશ નારોલા સતિષબાપુ ગોસાઈ મનસુખભાઈ નારોલા તુષારભાઈ પાઠક બાદલભાઈ ભટ્ટ પ્રકાશ તજા ધ્રુવભાઈ ભટ્ટ સહિત સ્થાનિક અગ્રણી ઓ એ શુભેચ્છા પાઠવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.