કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, CM ભૂપેન્દ્ર પટેલ, પાટીલ, હર્ષ સંઘવી હાજર રહેશે, યાત્રાને જોડતા માર્ગો પર નો-એન્ટ્રી, રસ્તા ડાયવર્ટ કરાયા
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન આજે (10 જુલાઈ) શનિવારે રાજકોટમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા આયોજિત તિરંગાયાત્રાનો પ્રારંભ સવારે 9 વાગ્યે રેસકોર્સ બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરીને થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ તિરંગાયાત્રામાં કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા, સી.આર.પાટીલ તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ તેમજ ભાજપના આગેવાનો જોડાશે, બહુમાળી ભવનથી પદયાત્રા શરૂ થશે ત્યાંથી કસ્તુરબા રોડથી જ્યુબિલી ચોકે પહોંચશે અને ત્યાં રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની પ્રતિમાને ફુલહાર કરી યાત્રા પૂર્ણ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.