હળવદમાં લેમિનેટના કારખાનામાં કેમિકલનો પાઇપ ફાટતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવકનું સારવારમાં મોત
હળવદના સુસવાવ ગામની સીમમાં આવેલ વેલવિન લેમિનેટ કારખાનામાં પાઇપ લાઈન થી કેમિકલ ઉપર ચડાવતા હોય ત્યારે પાઇપ ફાટતા ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત થતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના સુસવાવ ગામની સિમમાં આવેલ વેલવીન કારખાનામાં ગઇ તા.૨૫/૦૯/૨૦૨૩ ના સાંજના સાતેક વાગ્યાના આસપાસ વેસલ વિભાગમાં કેમીકલ પાઇપલાઇન દ્રારા મોટરથી કેમિકલ ઉપર ચડાવતા હતા ત્યારે અકસ્માતે પાઇપ લીકેજ થતા બલવાનસિંહ જીવનસિંહ દેવડા ઉ.વ.૨૧, તથા ભવાનસિંહ વિક્રમસિંહ મકવાણા ઉ.વ.૪૫ વાળાનાઓ શરીરે કેમિકલ ઉડતા બંને જણા શરીરે દાઝી ગયેલ અને બંનેને હળવદ શ્રીજી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ જેમાં ભવાનસિંહની તબીયત સારી થઇ જતા તેને રજા આપેલ અને બલવાનસિંહ કે જે ગંભીર રીતે દાઝી ગયેલ તેને તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરતા રસ્તામાં બલવાનસિંહ મરણ ગયેલ હોવાનું જણાતા હળવદ સરકારી હોસ્પીટલ ખાતે લાવતા ફરજ ઉપરના ર્ડો.એ મરણ જાહેર કરતા હળવદ પોલીસે અકસ્માતે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.