સોની બજારના વેપારી સાથે રૂ.13.09 લાખની છેતરપીંડી: મુંબઇનો શખ્સ કળા કરી ગયો - At This Time

સોની બજારના વેપારી સાથે રૂ.13.09 લાખની છેતરપીંડી: મુંબઇનો શખ્સ કળા કરી ગયો


સોની બજારના વેપારી સાથે રૂ.13.09 લાખની છેતરપીંડી કરી મુંબઇનો શખ્સ ફોન સ્વીચઓફ કરી ફરાર થઇ ગયો હતો. જે મામલે એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. સોની વેપારી સાથે વોટ્સએપથી સંપર્કમાં આવેલ મુંબઇના વિનોદ શાહે અલગ અલગ સમયે રૂ.33 લાખના સોનાના દાગીના મંગાવી 20 લાખ ચૂકવ્યા બાદ ફોન સ્વીચઓફ કરી નાંખ્યો હતો.
બનાવ અંગે લક્ષ્મીવાડી શેરી નં- 02/12 નો ખૂણો કેનાલ રોડ પર રહેતાં રમેશભાઇ ચંદુલાલભાઇ રાધનપુરા (ઉ.વ.59) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુંબઈમાં બોરીવલી વેસ્ટમાં રહેતાં વિનોદ શાહનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ સોની બજારમાં સવજીભાઈની શેરીમાં સોના-દાગીના લે વેચ તથા સોનીકામનું મજુરી કામ કરે છે.
તેમના સોનીનું કામ કરતા માણસોનું વોટસએપ ગ્રુપ હોય અને તેમા સોના દાગીનાની ડીઝાઈનો મૂકે છે. ગત મે મહીનામાં મુંબઇમાં રહેતા વિનોદભાઈ શાહએ ફોન કરેલ કે, તમે જે વોટસઅપ ગ્રુપમાં જે સોનાની ડીઝાઇન બનાવેલ છે તેનો ભાવ શું છે, તેવી ડીઝાઇન મુંબઈમાં ચાલે છે, તો તેનો ભાવ કહો. જેથી તેને સોનાની ડીઝાઇનનો ભાવ એક તોલા ગ્રામના રૂ.47 હજાર ચાલે છે, અને બધો વેપાર રોકડ વ્યવહારથી જ કરીએ છીએ, રોકડ વ્યવહાર કરશો તો જ અમે માલ આંગળીયા દ્રારા મોકલી આપીશું તેમ વાત કરેલ હતી.
ત્યારબાદ વિનોદ શાહને પહેલીવાર તા.19/05/2023 ના મીલ ગોલ્ડ ઓનામેન્ટનો માલ 46.560 ગ્રામ રૂ.2,19,977 માલ આંગળીયા મારફતે મોકલેલ હતો. પૈસાની માંગણી કરતા તેઓએ જણાવેલ કે, એક સાથે પૈસા આપી દઈશુ અને ત્યારબાદ બીજો માલ તા.01/06/2023 ના 190,020 ગ્રામ રૂ.9.26,1,49 નો માલ આપેલ હતો. બીજીવાર પૈસાની માંગણી કરતા જણાવેલ કે, હજુ મારે માલ જોઇએ છે અને ભેગુ બીલ થાય ત્યારે પૈસા આપી દેવાની વાત કરેલ હતી.
તા.03/06/2023 ના 14,470 ગ્રામ રૂ.70,049 માલ આપેલ હતો, જે માલના વિનોદ શાહે તા.03/06/2023 ના રૂ.3,51,500 રૂપીયા મોકલાવેલ હતા. જેથી તેની પર ભરોસો થતા વિનોદ શાહનો ફરી વખત માલ માટે ફોન આવતા 151,550 ગ્રામ રૂ.7,40,521 નો આંગળીયા મારફતે માલ મોકાવેલ હતો. ત્યારબાદ તે માલના રૂ.5,51,100 આંગળીયા દ્રારા મોકલાવેલ હતા. ત્યારબાદ અવારનવાર વિનોદ શાહને માલ મોકલતાં હતા અને તે કટકે-કટકે રૂપીયા મોકલતો હતો.
જે બાદ તા.11/07/2023 ના 130,630 ગ્રામ રૂ.6,39,976 નો માલ આપેલ હતો. જેમના રૂ.1.35 લાખ આરોપીએ મોકલવેલ હતાં. ત્યાર બાદ 136,800 ગ્રામ રૂ. 6.70 લાખનો માલ મોકલાવેલ હતો. છેલ્લે આરોપીએ અલગ અલગ સમયે ફુલ રૂ.20.52 લાખ મોકલાવેલ હતાં. પરંતુ બાકી રહેતાં રૂ. 13,09,971 આપેલ નથી. ત્યારબાદ બાકી રૂપીયાની ઉઘરાણી કરતા તે ગલ્લાતલ્લા કરતા હોય અને પોતાનો મોબાઇલ ફોન સ્વીચઓફ કરી દેતા ફરિયાદીને પોતાની સાથે વિશ્વાસઘાત થયેલની શંકા ગઈ હતી.
જે બાદ મુંબઈ જઈ તપાસ કરતા વિનોદ શાહ બોરીવલી ઇસ્ટમાં જઈ તપાસ કરતા તેઓ ત્યાં રહેતા ન હતાં. જે બાદ ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.