શહેરા સેવાસદન ખાતે આયોજીત ઈ –કેવાયસી કેમ્પનો નગર સહિત ગ્રામીણ વિસ્તારના લોકોએ લાભ લીધો
શહેરા,
પંચમહાલ જીલ્લામા આવેલા નગરપાલિકા વિસ્તારમા ઈકેવાયસી કેમ્પનું આયોજન જીલ્લા પુરવઠા શાખા તેમજ મામલતદાર કચેરી દ્વારા કરવામા આવ્યુ હતુ.આ કેમ્પમા નગરપાલિકા વિસ્તારના લોકો તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ પણ કેમ્પની મુલાકાત લઈને માહિતી મેળવીને કામગીરીનુ નિરિક્ષણ કર્યુ હતુ.
પંચમહાલ જિલ્લાના નાગરીકો માટે તેમના રેશનકાર્ડમાં કેવાયસી અને આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગર પાલિકા વિસ્તારમાં રેશનકાર્ડમાં ઈ-કેવાયસી અને આધારકાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરા ખાતે આવેલા સેવાસદન ખાતે ઈ કેવાયસીને લઈને કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પમાં 10 જેટલી કીટો મુકવામા આવી હતી.શહેરાનગર તેમજ પરા વિસ્તાર અને શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોએ તેનો લાભ લીધો હતો. શહેરા ખાતે આ કેમ્પમાં જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ મુલાકાત લઈને માહિતી મેળવી હતી.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.