20 નવેમ્બરથી, વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન "બાવલા સ્ટેશન" પર ઉભી રહેશે - At This Time

20 નવેમ્બરથી, વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન “બાવલા સ્ટેશન” પર ઉભી રહેશે


20 નવેમ્બરથી, વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન "બાવલા સ્ટેશન" પર ઉભી રહેશેરેલવે મંત્રાલયના આદેશ મુજબ, પશ્ચિમ રેલવે, ભાવનગર ડિવિઝનના બાવળા સ્ટેશન પર ટ્રેન નંબર 12945 વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટનું સ્ટોપેજ 20.11.2023 (સોમવાર) થી શરૂ થશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર માહિતી નીચે મુજબ છે વેરાવળથી બનારસ સુધી દોડતી ટ્રેન નંબર 12945 વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો બાવલા રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 11.28/11.29 કલાકનો રહેશે. એ જ રીતે, બનારસથી વેરાવળ જતી ટ્રેન નંબર 12946 બનારસ-વેરાવળ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો બાવલા રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 10.55/10.56 કલાકનો રહેશે. વેરાવળથી ચાલતી ટ્રેન 20.11.2023 થી દર સોમવારે બાવળા રેલ્વે સ્ટેશન પર ઉભી રહેશે અને બનારસથી ચાલતી ટ્રેન 23.11.2023 થી દર ગુરુવારે બાવળા રેલ્વે સ્ટેશન પર ઉભી રહેશે.તેવું

માશૂક અહમદ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલદ્વારા અખબાર યાદીમાં જણાવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.