માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે એક જીપમાં આઠ પશુઓને બાંધી કતલખાને લઈ જવાતા તે આઠ પશુઓને બચાવી લેતા જીવદયાપ્રેમી
ચોરવાડ નજીક ગડુ ગામે એક જીપમાં આઠ પશુઓને બાંધી કતલખાને લઈ જવાતા તે આઠ પશુઓને બચાવી લેતા જીવદયાપ્રેમી
ચોરવાડમાં રહેતા જીવદયાપ્રેમી નયનભાઈ ઠક્કર અને તેના મિત્ર જીજ્ઞેશ ગીરી વહેલી સવારે સાડાછએક વાગ્યે ગડુથી વેરાવળબાઈક પર જતાં હતા. ત્યારે મેઘલ નદીના પુલ પાસે એક બોલેરો પિકઅપ જીપમાં ઠાંસી ઠાંસીને પશુઓને ભરી લઈજતા જોયા હતા.આથી આજીપને રોકી તપાસ કરતા તેમાં ચાર પાડા અને ચાર પાડીને ઠાંસી ઠાંસીને બાંધવામાં આવ્યા હતા. અને કતલ કરવાના ઇરાદે લઈજતા હોવાનું જાણવા મળ્યુ હતુ. આથી રાજુલાના જીપ ચાલક વસીમ યુનુસ કલાણી, મહુવાના રફીક અલારખા શેખડા અને સાજીદ મહમદ પઠાણ પાસે કોઈ મંજૂરી કે અન્ય કોઈ દસ્તાવેજ ન હતા.આથી તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.પોલીસે ૪૦ હજારની કિંમતના આઠ પશુ અને જીપ મળી કુલ ૨.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ આગળ ની કાર્યવાહી ચોરવાડ પોલીસ ચલાવી રહી છે
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.