ભારત સરકાર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ (ICAR )દ્વારા રાજકોટ ના ઉદ્યોગપતિ ગૌ-ભક્ત ભરતભાઈ પરસાણા ને સ્ટાર ફાર્મર સ્પીકર નો એવોર્ડ એનાયત
ભારત સરકાર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ (ICAR )દ્વારા
રાજકોટ ના ઉદ્યોગપતિ ગૌ-ભક્ત ભરતભાઈ પરસાણા ને સ્ટાર ફાર્મર સ્પીકર નો એવોર્ડ એનાયત
રાજકોટ માનવી સુખ ની શોધ માં ભટક્યા કરે છે. પરંતુ મિત્રો આજે એક અનોખી માટી ના અનોખા માનવી ની વાત કૃષિની સમૃદ્ધિ અને ભવિષ્ય ઉજળું કરવા માટે કૃષિ જાગરણની એડિશન ઓફ ધ મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા (MFOI) એવોર્ડ્સ ૨૦૨૪ જે ICAR ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા દિલ્હી ખાતે આયોજિત થયેલ ઈવેન્ટ એ કૃષિમાં સંપત્તિ સર્જનની ભવ્ય ઉજવણી ના કાર્યક્રમ નું આયોજન થયેલ જેમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી હોય તેવા કૃષિને સંપત્તિ અને વૃદ્ધિના સ્ત્રોતમાં ફેરવી છે. તેમાં ભારતમાં સૌથી ધનિક ખેડૂત કોણ છે? આશ્ચર્યજનક ૨૨.૦૦૦+ નોમિનેશનમાંથી ૧.૦૦૦ ટોચના ખેડૂતોને સન્માનિત કરેલ જેમણે ભારતના સૌથી પ્રગતિશીલ અને સમૃદ્ધ ખેડૂતોની સિદ્ધિઓને સ્વીકારવા માટે ૧૫.૦૦૦ + ઉદ્યોગ નેતાઓ, ખેડૂતો અને વૈશ્વિક પ્રતિનિધિઓ સાથે જોડાયેલા ભારતીય કૃષિનો ચહેરો બદલી નાખનાર લોકોની અદ્ભુત યાત્રાના સાક્ષી બનનાર રજકોટ ના ઉદ્યોગ પતિ એવા સમાજ શ્રેષ્ઠી ગૌ-ભક્ત ભરતભાઈ પારસાણા ને સ્ટાર ફાર્મર સ્પીકર નો એવોર્ડ એનાયત થયેલ છે.
આપણે સૌ જાણીયે છીએ કે ભરતભાઈ કોઈ જ્ઞાતિ ,જાતિ,નો ભેદભાવ રાખ્યા વગર પોતે ૭૦ વિઘામાં પથરાયેલ પોતાની ફેક્ટરી ૧૦૦૦ માણસો નો સ્ટાફ રાજકોટની આજુબાજુમાં બીજી ફેક્ટરીઓ અને ૨૫ ગાયો, ૫૫ વીઘા ખેતીની જમીન. છતાં કોઈપણ જાતનું અભિમાન કે સ્વાર્થની ભાવના રાખ્યા વગર ઓફિસનો આરામ ત્યાગીને છેલ્લા ૨૦ વર્ષથી ગાય,પાણી,પ્રકૃતિ,સંસ્કૃતિ અને રાષ્ટ્ર ને જીવન સમર્પિત કર્યું છે.તેથી આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૦૧૦ માં ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે ભરતભાઈ પરસાણાનું પ્રાકૃતિક ખેતીના પ્રચારક તરીકે શાલ ઓઢાડીને સન્માન કરેલ આ સિવાય આજ સુધી પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે કોઈ નું સન્માન થયેલ નથી. તન - મન - ધનથી રોજ ૧૬ કલાક ગામડામાં નાનામાં નાના ખેડૂતો સુધી રૂબરૂ જઇને ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને તેમજ ગૌધન ને બચાવવાનું મહાઅભિયાન હાથ ધર્યું છે ભરતભાઈ પરસાણા દ્વારા ખેડૂત માટે સરસ મજાનો પ્રયોગ જેમાં ગાયનું ૨૫૦ ગ્રામ દૂધ અને ૨૫૦ ગ્રામ ગૌ મૂત્ર અને ૨૫૦ ગ્રામ ગોબર નું પાણી, ૧૦૦ ગ્રામ દેશી ગોળ તેનું મિશ્રણ કરી ૧૫ લીટર પાણીના પંપમાં આ બધું મિશ્રણ નાથવાથી ૨૦ રૂપિયાનો ખર્ચ થાઈ છે. અને તેનાથી ખેડૂતને કોઈ પણ જાતનું નુકશાન થાઈ તો એક કરોડ નું ઇનામ બાર પાડેલ છે. રાજકોટ માં રહેતા ખેડૂતોની સેવા માં ઓતપ્રોત થયેલા સુખી, સમૃદ્ધ અને સંપન્ન પરિવાર માંથી આવે છે. તે લાખોપતિ કે કરોડોપતિ નહિ પણ અબજોપતિ હોવા છતાં સંતોષી જીવન જીવે છે.એ ભરતભાઈ પરસાણા પ્રમાણિક જેને ક્યારેય કોઈ પાસે લાંબો હાથ કર્યો નથી કે ક્યારેય કોઈપણ વ્યક્તિનો તેમણે વિરોધ પણ કર્યો નથી.સર્વે ના સુખ માં મોટું સુખ છે અને સૃષ્ટિ ના સમસ્ત જીવાત્માનું કલ્યાણ થાય તે અટલ અને અગોચર સત્ય સેવા છે તેવા જીવન મંત્ર સાથે અવિરત સેવા માં ઓતપ્રોત રહે છે.. હું કરું છું કે મારા દ્વારા જ થાય તેવા અભિમાન નું એક બિંદુ પણ તેમને અડ્યું નથી
સરળ અને સહજ ભાષામાં કહીએ તો ભરતભાઈ નું વ્યકિતત્વ એવું છે કે તેઓ ગ્રાઉન્ડ લેવલ એટલે કે ધરતી સાથે જોડાયેલ છે આપને એમ લાગશે કે આમ કેમ લખ્યું છે છતે પૈસે ગ્રાઉન્ડ લેવલ એટલે વળી શું... ? પણ મિત્રો જ્યારે આ અનોખા ભરતભાઈ પરસાણા ને મળ્યા વગર ખબર ન પડે પણ સૌની સમજણ માટે એટલુ કહી શકાય કે શૂન્ય માંથી સર્જન કરી અભિમાન વગર સૌને વિવેક થી બોલાવતા ચલાવતા તેમજ ખોટી ટીકા ટિપ્પણી કર્યા વગર સાદાઈ થી અને સહજતા થી કોઈ પણ વ્યક્તિ સીધા જ એમને મળી શકે છે.હાલના સમયમાં ઘણા બધા એવા લોકો પણ હોય છે કે જેઓ એક સ્ટેપ આગળ વધે એટલે નાના માં નાના વ્યક્તિ તરફ નહિ જોતા હવા મા ઉડવા લાગે છે..!! પરંતુ આ માનવ ની વાત જ અનોખી છે. તે તો તેમને જે મળ્યા હોય તે જ સમજી શકે કે આ વ્યક્તિત્વ શું છે.દરરોજ માતા પિતા ગુરુદેવ અને ભગવાન ને એટલી જ પ્રાર્થના કરે છે કે મને મારાથી થાય એટલી સમાજ સેવા કરાવજો. તેઓ પોતાની વાહવાહી માં જરાપણ માનતા નથી અન્યો નું ભલું કેમ થાય એજ અને આ એક જ સુંદર વિચાર ને પકડીને સેવાકાર્ય કરીએ રાખે છે અને અન્ય સેવા સંસ્થા સાથે જોડાયેલા રહે છે.
એમનો પરિવાર ,વતન,મિત્ર,સગા સંબંધી નો પ્રેમ જોઈલો.. અરે અજાણ્યા કોઈપણ વ્યક્તિ સાથે મુલાકાત થઈ હોય તો માણસ પારખી અને તેમને પણ એટલોજ પ્રેમ ભાવ આપે છે જાણે તેમના પરિવારનો એક સભ્ય હોય. ભલે ઓછું ભણેલા છતાં સોશિયલ મીડિયા નો પણ ભરપુર ઉપયોગ કરી ઘણા એવા સેવા ના કાર્યો કર્યા છે. તેમના પિતાશ્રી ભૂરાભાઈ પણ ભક્તિ માં મોટું નામ ધરાવતાં અને ભરતભાઈ પણ સત દેવીદાશ અમર દેવીદાસ ના પરમ સેવક ભરતભાઈ ચારવેદો પુરાણનો અભ્યાસ કરી યુવાનોને ધર્મ અને સંસ્કૃતિ તરફ વાળ્યા છે. આટલે થી નહિ અટકતા પ્રકૃત્તિ પયૉવરણ ના પ્રેમી પણ એટલા જ છે..ગીરગંગા પરિવાર ટ્રસ્ટ માં વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે અનેક ચેક્ડમ બનાવવા માટે આર્થિક સહયોગ આપેલ છે . સદભાવના વૃદ્ધાશ્રમ,વૃક્ષારોપણ ની સેવાકિય પ્રવૃત્તિ સાથે સંસ્થાના પાયા થી જોડાઈ આજે પ્રેરણાત્મક બની અસંખ્ય લોકોને સાથે જોડનારા બની ગયા છે અને ૧૩૦૦૦ થી વધુ ફળાવ વૃક્ષો ખરીદી કરી ને પોતાના ખર્ચે ખેડૂતો ને ગામડે પહોચાડેલ,જરૂરીયાતમંદ વ્યક્તિ ને હોસ્પિટલ માં દર્દીઓ ને આર્થિક સહયોગ આપે છે તેમજ સ્કૂલ ના બાળકો ને પુસ્તકો ,વોટર બોટલ ,સ્કૂલ બેગ વગેરે ની આર્થિક સહાય કરે છે. વર્ષના ૩૬૫ દિવસ શિયાળો, ઉનાળો અને ચોમાસું. ટાઢ, તડકો કે વરસતા વરસાદ માં પણ ગાય આધારીત પ્રાકૃતિક ખેતી,ગૌવંશ ની સારી ઓલાદ બચાવો માટે અભિયાન જેવા અસંખ્ય કાર્યક્રમો કરી ચૂક્યા છે...
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.