વ્યક્તિગત આવક વેરો રદ કરવા પ્રા.જે.એમ.તળાવીયાની માંગ. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી રજુઆત.
વ્યક્તિગત આવક વેરો રદ કરવા પ્રા.જે.એમ.તળાવીયાની માંગ.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી રજુઆત.
અમરેલી : દેશમાં ૧.૪૮ લાખ કરોડ કરવેરાની આવક થઈ છે, જેમાંથી ૧.૧૪ લાખ કરોડની આવક કોર્પોરેટ ટેક્સ પેટે થઈ છે. જ્યારે તેની સરખામણીમાં માત્ર ૩૪૪૭૦ કરોડ વ્યક્તિગત આવક વેરા પેટે થઈ છે. મોટા ભાગના પ્રોફેશનલ્સ વ્યક્તિગત આવક વેરો ભરતા નથી અથવા ખૂબ કહેવા પૂરતો નહિવત વેરો ભરે છે. માત્ર સરકારી/અર્ધ સરકારી કર્મચારીઓ વ્યક્તિગત આવક વેરો ભરે છે.આ ઉપરાંત વર્ષ ૨૦૧૪ મા કેન્દ્રમાં સરકાર આવતા પહેલા વ્યક્તિગત આવક વેરો ભા.જ.પ.ની સરકાર આવે તો રદ કરવાનું વચન ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું.
સરકારી/અર્ધસરકારી કર્મચારીઓને વ્યક્તિગત આવક વેરામાંથી મુક્તિ આપવા સ્થાનિક અધ્યાપક મંડળના પ્રમુખ પ્રા.જે.એમ.તળાવીયાએ માંગણી કરી છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.