9.95 કરોડના ગોલ્ડનું સ્મગ્લીંગઃ વરાછાની જ્વેલરી પેઢીના ભાગીદારોના જામીન રદ
સુરતસી.આર.વી. જ્વેલર્સમાંથી એપ્રિલમાં સુરત DRIએ 135 ગોલ્ડ બિસ્કીટ કબજે કર્યા હતા ઃ દાણચોરીથી આવતા હોવાની કબૂલાત કરી હતીસુરત
ડીઆરઆઈએ એપ્રિલ માસમાં કુલ રૃ.9.95 કરોડના વિદેશી ગોલ્ડ બારના સ્મગલીંગના કેસમાં જેલભેગા
કરેલા વરાછાની સીઆરવી જ્વેલર્સ પેઢીના આરોપી
સંચાલક ભાગીદારોના જામીનની માંગને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે નકારી કાઢી છે.સુરત ડીઆરઆઈની
ટીમે ગઈ તા.21-4-22ના રોજ લંબે હનુમાન રોડ વરાછા સ્થિત સી.આર.વી.જ્વેલર્સ પેઢીમાં વિદેશી
ઓરીજીનના સ્મગલીંગથી મંગાવાયેલા ગોલ્ડ બારની ડીલીવરી અંગેની બાતમી મળી હતી. અને વોચ
દરમિયાન એક શખ્સ દાણચોરીથી મંગાવવામાં આવેલા ગોલ્ડ બાર સાથે જ્વેલર્સ પેઢીમાંથી ઝડપાઈ
ગયો હતો. તપાસ દરમિયાન 8.6 કરોડની કિંમતના 10 તોલાના એક એવા 135 ગોલ્ડ બિસ્કીટ સ્થળ પરથી કબજે કરવામાં આવ્યા હતા.જ્વેલર્સ
પેઢીના ભાગીદારોની પુછપરછ દરમિયાન તેમણે સ્વીકાર્યું હતું કે વિદેશથી દાણચોરીથી આવતા
ગોલ્ડ બાર સુરતની અન્ય જ્વેલર્સ પેઢીને મોકલવામાં આવતા હતા.જે દરમિયાન રૃ.1.35 કરોડની
કિંમતના 27 ગોલ્ડ બિસ્કીટ સાથે અન્ય એક જ્વેલર્સને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.જેથી
સુરત ડીઆરઆઈએ આ કેસમાં કસ્ટમ એક્ટના ભંગ બદલ જેલભેગા કરેલા જ્વેલર્સ પેઢીના
ભાગીદારો રામભાઈ મગન સુહાગીયા, વિપુલ ધીરુભાઈ કોરાટ,બલદેવ મનસુખ સાકરેલી,નિલેશકુમાર ધીરુભાઈ બોરાડતથા
અંકુર મનસુખ સાકરેલીયાએ જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં સુરત ડીઆરઆઈના ખાસ
નિયુક્ત મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તથા ઈમરાન મલેકે જણાવ્યું હતું કે
શકદારો સામે ગંભીર પ્રકારના વ્હાઈટ કોલર ક્રાઈમનો પ્રથમ દર્શનીય કેસ છે.શકદારો
દ્વારા સ્મગલીંગથી મંગાવાયેલા કરોડો રૃપિયાના ગોલ્ડ બારની ડયુટી ચુકવ્યા વિના આયાત
કરીને દેશના અર્થતંત્રને હાનિ પહોંચાડી છે.જેને કોર્ટે માન્ય રાખી શકદારોના
જામીનની માંગને નકારી કાઢી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.