જામનગર શહેરમાંથી સેન્ટીંગના ચોરાઉ સામાન- વહીલ પ્લેટ અને રીક્ષા છકડા સાથે તસ્કર ત્રિપુટી ઝડપાઈ
જામનગર,તા 29 જુન 2022,બુધવાર જામનગર શહેરમાં તસ્કરોની રંજાડ વધી ગયા પછી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તસ્કરોને શોધવા માટે સક્રિય બની હતી, અને એક તસ્કર ત્રિપુટીને પકડી પાડી છે, જેઓ પાસેથી ચોરઉ મનાતા સેન્ટીંગના માલ સામાન, ટ્રકની વ્હીલ પ્લેટ, અને રીક્ષા છકડા સહિતની સામગ્રી કબજે કરી છે, અને ત્રણેયની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વધતા જતા ચોરીના બનાવોને લઈને જિલ્લા પોલીસવાળા પ્રેમસુખ ડેલુ દ્વારા એલસીબીની ટીમને દોડતી કરાવાઈ હતી, અને એલસીબીની જુદી જુદી ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરી તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત હાથ કરવામાં આવી હતી.જેના ભાગરૂપે એલસીબીની ટીમે જામનગરમાં રબારી પાર્ક વિસ્તારમાં રહેતા સુલતાન આમદભાઈ ભાયા, ઉપરાંત બેડી વિસ્તારમાં રહેતા સબીર જુસબભાઈ દલ, અને શંકર ટેકરી ગરબીચોક વિસ્તારમાં રહેતા દિનેશ મંગલભાઈ ભાનુશાલીને પકડી પાડ્યા હતા.જેઓ પાસેથી સેન્ટીંગના બાંધકામમાં ઉપયોગ લઈ શકાય તેવા લોખંડના ૧૭૦ નંગ ચોકા તેમજ ત્રણ નંગ ટ્રકની વ્હીલ પ્લેટ અને જીજે-૧૨ વી ૭૪૮૯ નંબરનો રીક્ષા છકડો વગેરે મળી ખોલે ૧,૩૩,૦૦ ની માલમત્તા કબજે કરી લીધી હતી.ઉપરોક્ત તમામ સામગ્રી તસ્કર ત્રિપૂટીએ ચોરી કરીને મેળવેલી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી એલસીબીની ટીમ દ્વારા ત્રણેય શખ્સોની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.