ભાઈ! બંગલો ખાલી કરી દીધો છે, એક કુરકુરે આપી દો…:સરકારી બંગલો ખાલી કર્યા પછી સ્મૃતિ ઈરાની રૂ.5ના કુરકુરે ખરીદતાં જોવા મળ્યાં, જાણો વાઇરલ વીડિયોનું સત્ય
લોકસભા ચૂંટણી 2024માં અમેઠી સીટથી હાર્યા બાદ ભાજપની પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાનીએ હવે તેમનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. એ પછીથી સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાઇરલ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સ્મૃતિ ઈરાનીને પાણીની દુકાનમાંથી કુરકુરે ખરીદતાં જોઇ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારી બંગલો ખાલી કર્યા પછી સ્મૃતિ ઈરાની કંઈક આ રીતે પોતાનું જીવન જીવી રહ્યાં છે. વાઇરલ વીડિયોનું સત્ય...
વાઇરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે તેના કી-ફ્રેમને ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યા. સર્ચ રિઝલ્ટમાં અમને આ વીડિયો સમાચાર સાથે અનેક મીડિયા રિપોર્ટ્સમાં મળ્યા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વીડિયો 11 સપ્ટેમબર 2019નો છે. ત્યારે સ્મૃતિ ઈરાની બે દિવસના પ્રવાસે પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠી પહોંચ્યાં હતાં. એ સમયે તેમણે ગૌરીગંજમાં પોતાના ઘર સામે રહેલી પાનની દુકાન પર પહોંચીને ટોફી અને ચિપ્સ ખરીદી હતી. તેમણે દુકાનદાર સાથે વાતચીત કરીને તેમના ખબર પૂછ્યા અને પોલિથીનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી. તપાસ દરમિયાન અમને સ્મૃતિ ઈરાનીને લઇને રાહુલ ગાંધીની એક પોસ્ટ પણ મળી. તેમણે લખ્યું- જીવનમાં હાર-જીત ચાલતી રહે છે. હું બધાને આગ્રહ કરું છું કે તેઓ શ્રીમતી સ્મૃતિ ઈરાની અને કોઈ અન્ય નેતા પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને ખરાબ વ્યવહાર કરવાથી બચવું. લોકોને નીચા દેખાડવા અને તેમનું અપમાન કરવું એ નબળા લોકોની નિશાની છે. આ વીડિયોને અત્યારે X પર વર્તમાનનો જણાવીને સ્મૃતિ ઈરાનીને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો સાથે કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. આ વીડિયો હાલનો નહીં, પરંતુ 11 સપ્ટેમ્બર 2019નો છે. ફેક ન્યૂઝ વિરુદ્ધ અમારી સાથે જોડાયેલા રહો. કોઈપણ એવી સૂચના, જેના પર તમને શંકા હોય તો અમને ઈમેલ કરો @fakenewsexpose@dbcorp.in અને વ્હોટએપ કરો-9201776050
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.