પુત્રીના ગેરકાયદે બારથી દસ જ કિમી દુર સ્મૃતિ ઈરાનીનુ વૈભવી મકાન પણ છે, કોંગ્રેસનો વધુ એક સ્ફોટક આરોપ - At This Time

પુત્રીના ગેરકાયદે બારથી દસ જ કિમી દુર સ્મૃતિ ઈરાનીનુ વૈભવી મકાન પણ છે, કોંગ્રેસનો વધુ એક સ્ફોટક આરોપ


નવી દિલ્હી,તા.24.જુલાઈ.2022 રવિવારકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં બાર ચલાવવા માટે ગેરકાયદેસર રીતે લાઈસન્સ લેવાનો આરોપ મુકયા બાદ કોંગ્રેસે નવો આક્ષેપ કર્યો છે.કોંગ્રેસનો દાવો છે કે, સ્મૃતિ ઈરાનીની પુત્રી જે બાર ચલાવે છે તેનાથી દસ જ કિલોમીટર દુર સ્મૃતિ ઈરાનીના નામે એક આલીશાન મકાન છે.આ દાવાના સમર્થનમાં કોંગ્રેસે બે તસવીરો શેર કરી છે.જેમાં એક મકાન પર જુબિન ઈરાની નામ વાંચી શકાય છે.બીજી તસવીરમાં 65 લાખ રુપિયા લખવામાં આવ્યા છે.કોંગ્રેસે વધુ એક દાવો કરતા કહ્યુ છે કે, સ્મૃતિ ઈરાનીની પુત્રીએ પોતાનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરી નાંખ્યુ છે.આ એકાઉન્ટ પર ગોવાના બારની ઘણી તસવીરો હતી.જોકે સ્મૃતિ ઈરાની પહેલા જ આરોપોને ફગાવી ચુકયા છે અને કહી ચુકયા છે કે કોંગ્રેસ જે સિલી સોલ્સ નામના બાર કમ કેફેની વાત કરે છે તેની મારી પુત્રી માલિક પણ નથી અને સંચાલક પણ નથી.હું આ આક્ષેપ બદલ કોંગ્રેસ પ્રવક્તાઓને કોર્ટમાં ઘસડી જવાની છું.આજે કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રમે શુક્લા દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી પર અભદ્ર ટિપ્પણી એક ટીવી ચેનલની ડિબેટમાં કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.