બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી મહિલા સામે પોલીસે ગુનો નોંધ્યો
અટીકા ફાટક વિસ્તાર નજીકથી છ બાળકો પાસે મહિલા આર્થિક હિત માટે ભિક્ષાવૃત્તિ કરાવતી મહિલા સામે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ઢેબર રોડ પાસે અટીકા ફાટક વિસ્તાર નજીક ગઈકાલ બપોર બાદના સમયે એક મહિલા છ બાળકોને સાથે લઈ ભિક્ષાવૃત્તિ કરતી હોય અને બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી હતી.
દરમિયાન આ બાબતની જાણ થતા પોલીસે આ મહિલાની અટકાયત કરી તેની પૂછતાછ કરતા તેનું નામ માલા ભીખાભાઈ સલાટ(રહે.ઢેબર કોલોની અટીકા ફાટક પાસે) હોવાનું જણાવ્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે,આ બાળકો પૈકી એક બાળક તેનું પોતાનું હોય જ્યારે અન્ય પાંચ બાળકો તેના પરિવારના સભ્યોના હોવાનું જણાવ્યું હતું.
તે આ બાળકો પાસે આર્થિક હિત માટે ભિક્ષાવૃત્તિ કરાવતી હોવાનું માલુમ પડતા ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ સોલંકીની ફરિયાદ પરથી આ મહિલા સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015 ની કલમ 76 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.