આરેણા પે.સે.ખાતે વયનિવૃત થયેલ શિક્ષકશ્રીઓનો વિદાય સમારોહ તથા બદલી થી આવેલ શિક્ષકો અને નવા નિમણુક પામેલ જ્ઞાનસહાયકોનો સન્માન સમારોહ યોજાયો
આજ રોજ તા.૦૪.૧૧.૨૦૨૩,શનિવારના રોજ આરેણા પે.સેન્ટર શાળામાં તા.૩૧.૧૦.૨૦૨૩ ના રોજ નિવૃત થતા શિક્ષકોનો વિદાય સમારંભ તેમજ અન્ય જીલ્લા તથા તાલુકામાંથી બદલીથી આવેલ શિક્ષકો અને નવા નિમણુક પામેલ જ્ઞાનસહાયકોનો સન્માન સમારોહ યોજાયો હતો.
આરેણા પે.સે.શાળામાં આવતી પેટા શાળાઓમાંથી માંડાભાઈ પરમાર,નાથાભાઈ ખેર,કંચનબેન હદવાણી તેમજ લાખીબેન વાડલીયા વયનિવૃત થતાં તેમના માટે વિદાય સમારંભ યોજાયો હતો.
આજના આ કાર્યક્રમમાં શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ કરંગીયા,જીલ્લા શિક્ષક સંઘ ખજાનચી પરિમલસિંહ ખેર,શૈક્ષિક મહાસંઘ પ્રમુખ વિજયસિંહ જાદવ તથા મંત્રીશ્રી ઉમેશભાઈ વાઢેર,ઉત્કર્ષ મંડળ પ્રમુખ શ્રી મુકેશભાઈ ગોહેલ તથા મંત્રીશ્રી નારણભાઈ મકવાણા,તાલુકા નોકરીયાત સહકારી મંડળીના પ્રમુખશ્રી જેઠાભાઈ નંદાણિયા તથા મેનેજરશ્રી મહેન્દ્રભાઈ નંદાણિયા,આરેણા એસ.આર.નંદાણિયા હાઈસ્કુલના આચાર્ય રામ સાહેબ,આરેણા ગ્રામપંચાયતના સરપંચશ્રી બચુભાઈ મકવાણા,આરેણા પે.સે.શાળાના આચાર્યશ્રી અર્જુનભાઈ ચાવડા તથા સ્ટાફગણ,શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રી નાથાભાઈ નંદાણિયા તથા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરુઆત આમંત્રીત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય તેમજ સર્વધર્મ સમભાવ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.તેમજ નિવૃત થયેલ શિક્ષકશ્રીઓને શાલ અને વિવિધ મોમેન્ટો ભેટ સ્વરુપે આપી હતી.શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા ગીતાજીનું પુસ્તક ભેટ સ્વરુપે આપવામાં આવ્યું હતું.બદલીથી આવેલ શિક્ષકશ્રીઓ અને જ્ઞાનસહાયકોને મોમેન્ટો દ્વારા સન્માનિત કર્યા હતા.કાર્યક્રમના અંતે આરેણા પે.સે.શાળાના આચાર્યશ્રીએ આભારવિધી કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
અંતમાં આમંત્રીત મહેમાનો,આરેણા પે.સે.શાળા અને પેટા શાળાના શિક્ષકો અને બાળકોને ભોજન કરાવી કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.