બોટાદ ખાતે બૌધિવૃક્ષ સ્થાપન કરીને બુદ્ધ વિહાર નું કામ ચાલુ કરવામાં આવેલ
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સવારે ૧૦ કલાકે સ્થળ.સમતા બુદ્ધ વિહાર.ખુશ્બુ રેસિડેન્સી ખસ રોડ બોટાદ ખાતે સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર વ્યવસ્થાપક સમિતિ દ્વારા બૌધિવૃક્ષ રોપણ અને બુદ્ધ વિહારનું નિર્માણ કાર્ય શરુ કરવામા આવેલ મુખ્ય અતિથિ ભંતે પથિક શ્રેષ્ઠી અને ભંતે મંગલ બોધી ઉપસ્થિત રહી ત્રિશરણ.પંચશીલ.બુદ્ધ વંદના અને ધમ્મ દેશના દાન પારમિતા વિશે પ્રવચન આપી બુદ્ધ પુજા કરીને સમતા બુદ્ધ વિહાર ના વ્યવસ્થાપક પ્રમુખ બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશ રાઠોડના હસ્તે બૌધિવૃક્ષ નું સ્થાપન કરવામાં આવેલ ત્યારબાદ દાન દાતાઓ. મહેમાન અને ઉપસ્થિત બૌદ્ધ ઉપાસકો નું સન્માન કરવામાં આવેલ સમુહ સુજાતા ભોજન કરવામાં આવેલ બોટાદ ખાતે ભગવાન તથાગત ગૌતમ બુદ્ધના અરિય અષ્ટાંગિકમાર્ગ.પ્રજ્ઞા. શીલ.સમાધી ના માધ્યમથી લોકો દુઃખ મુકત થાય લોકોના કલ્યાણ માટે ધમ્મનાં પ્રચાર પ્રસાર અને ભગવાન બુદ્ધ ના ધમ્મ કાંરવા ને ગતિમાન કરવા માટે નવનિર્માણ પામી રહેલ બોટાદ જીલ્લાનું પ્રથમ ઐતિહાસિક સમતા બુદ્ધ વિહાર નું કામ શરુ કરવામાં આવેલ. સમગ્ર સૃષ્ટિના જીવનું કલ્યાણ કરનાર મહાકારુણીક ભગવાન તથાગત બુદ્ધના માનવતાવાદી વિચારોને કેન્દ્રબિંદુ બનાવીએ જ્યાં તમામ ધર્મ સંપ્રદાયના લોકોનું કલ્યાણ થાય એવી ભાવના સાથે બૌધ્ધ ઉપસક.ઉપાસિકાઓ જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે બોધિરાજ બૌદ્ધ અને હરેશભાઇ પરમાર દ્વારા ખુબજ જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.