દેશી દારૂની મિનિ ફેક્ટરી પર એસએમસીનો દરોડો - At This Time

દેશી દારૂની મિનિ ફેક્ટરી પર એસએમસીનો દરોડો


- ગોંડલ તાલુકાના બેટાવડ ગામની સીમમાં - બે આરોપી ઝડપાયા, પાંચના નામ ખુલ્યાં, કુલ રૂા. 1.08 લાખનો મુદ્દામાલ કબજેરાજકોટ : ગોંડલ તાલુકાના બેટાવડ ગામની સીમમાં વોંકળાના કાંઠે ધમધમતી દેશી દારૂની મિનિ ફેક્ટરી પર સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી બે આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે પાંચ આરોપીઓ ભાગી ગયા હતા. નિયમ મુજબ સ્થાનિક પોલીસની ભૂમિકા તપાસવા માટે એસપી દ્વારા ઈન્ક્વાયરી સોંપવામાં આવશે. સ્ટેટ મોનિટરીંગ સેલ એટલે કે એસએમસીના પીએસઆઈ સી. એન. પરમારે મળેલી ચોક્કસ બાતમીના આધારે બેટાવડ ગામની સીમમાં વોંકળાના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી બે આરોપી દિલીપ ગભરૂ ખાચર અને રણજીત નગરભાઈ ઓગણીયાને રંગેહાથ ઝડપી લીધા હતા. સ્થળ પરથી ૧૨૬૦ લીટર દેશી દારૂ ૨૧૪૦૦ લીટર આથો, ૩૦૦ લીટર ગોળ, ૧૬૩ કિલો યીસ્ટ, બે મોબાઈલ ફોન, ભઠ્ઠીના સાધનો અને રોકડ રકમ મળી કુલ રૂા. ૧.૦૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસએમસીની તપાસમાં મુખ્ય આરોપી તરીકે અનક વલકુભાઈ ખાચર (રહે.ખાટડી, તા.ચોટીલા) અને કરણસિંહ જાડેજા (રહે.બેટાવડ, તા. ગોંડલ)નું નામ બહાર આવ્યું છે. આ બન્ને આરોપી ઉપરાંત ભરત ઝાલા, અનિલ ઉર્ફે ભાભો મકવાણા અને સુરેશ વાલાણીના નામ ખુલ્યા છે. આરોપી કરણસિંહ લિસ્ટેડ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.