બાલાસિનોર નમનાર યોજનાની લાઇનમાં લીકેજ,પાણી ખેતરોમાં ભરાયાં
બાલાસિનોર તાલુકાના જનોડ પાટિયા નજીક નમનાર જૂથ પાણી પુરવઠા અંતર્ગત પાણીની પાઇપલાઇન આવેલી છે. જેમાં છેલ્લા એક મહિના અગાઉથી લીકેજ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેને લઇ પાક લેવાના સમયે પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને નુકશાન વેઠવાની વારી આવી હતી.
મળતી વિગતો અનુસાર નમનાર જૂથ પાણી પુરવઠા પાઇપલાઇનમાં ઠેર ઠેર લીકેજના પ્રશ્નો ઉદભવી રહ્યા છે. જેવામા જનોડ પાટિયા નજીકથી પસાર થતી પાઇપલાઇનમાં એક મહિનાથી લીકેજ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ વિસ્તારોના આસપાસના ખેતરોમાં ઘઉંના ઉભા પાક આવેલો છે.
જેમાં હવે પાક લેવાના સમયે પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને તૈયાર પાકમાં ભારે નુકશાની વેઠવાની વારી આવી છે. ઉપરાંત બાલાસિનોર - દેવ ચોકડી માર્ગ પર આવેલા જનોડ પાટીયા માર્ગમાંથી પાઇપ લાઇન પસાર કરવામાં આવતા માર્ગ બેસી જતા અનેક અકસ્માત સર્જાવાના બનાવ બન્યા હતા. ત્યારે પાણી પુરવઠા તંત્ર દ્વારા પાઇપ લાઈનનું લીકેજ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી છે.
પાણીનો ખૂબ વેડફાટ થઈ રહ્યો છે. સાથે આ પાણી અમારા ખેતરમાં તૈયાર પાકોમાં ફરી વળતા અમને પાક લેવામાં તકલીફ સાથે નુકશાની ભોગવવવાનો વારો આવ્યો હતો.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.