રામાપીર ચોકડી પાસે દ્વારિકા પ્રાઇડમાંથી રૂા.1.78 લાખની ઇ-સીગારેટના જથ્થા સાથે વેપારી ઝડપાયો - At This Time

રામાપીર ચોકડી પાસે દ્વારિકા પ્રાઇડમાંથી રૂા.1.78 લાખની ઇ-સીગારેટના જથ્થા સાથે વેપારી ઝડપાયો


એસઓજીની ટીમે ઘણા સમયથી શહેરમાં ડ્રગ્સ અને ઇ-સીગારેટના પેડલરો ઉપર ઘોંસ બોલાવી મોટી કાર્યવાહી કરેલ છે. ત્યારે ગઇકાલે એસઓજીની ટીમને મોટી સફળતા મળી હતી. જેમાં રામાપીર ચોકડી પાસે આવેલ દ્વારિકા પ્રાઇડમાં આવેલ ઓફિસમાંથી વિદેશી અને ઇ-સીગારેટ વેપના મોટા જથ્થા સાથે વેપારીને ઝડપી પાડી રુા. 1.78 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
દરોડાની વિગત મુજબ એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી. માજીરાણાની રાહબરીમાં હેડ. કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ અને કોન્સ. હાર્દિકસિંહ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે રામાપીર ચોકડી પાસે આવેલ દ્વારિકા પ્રાઇડમાં ઓફિસ નંબર 601માં દરોડો પાડી તેમાંથી અલગ-અલગ કંપનીની વિદેશી સિગારેટ અને ઇ-સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
જ્યાં હાજર વેપારી હિતેષ મોતી ભારાણી (ઉ.વ. 22, રહે. 150 ફૂટ રીંગ રોડ, સિનર્જી હોસ્પીટલ પાછળ, ગોકુલ એપાર્ટમેન્ટ, મુળ જામનગર)ની ધરપકડ કરી કુલ રુા. 1.78 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.