સૌરાષ્ટ્ર યુનિ.માં ખાસ સિન્ડિકેટ બેઠક મળી છતાં કાર્યવાહી નહિ, મીડિયાને જવાબ આપવાને સ્થાને કુલપતિ નાસી ગયા - At This Time

સૌરાષ્ટ્ર યુનિ.માં ખાસ સિન્ડિકેટ બેઠક મળી છતાં કાર્યવાહી નહિ, મીડિયાને જવાબ આપવાને સ્થાને કુલપતિ નાસી ગયા


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખાસ સિન્ડિકેટ બેઠક મળી હતી. પેપરલીક માટે મળેલી ખાસ સિન્ડીકેટની બેઠકમાં એચ.એન.શુક્લા કોલેજ સામે કોઇ કાર્યવાહી કરી શકી નહિ. માત્ર દેખાવ પુરતી સિન્ડીકેટની બેઠક રહી હતી.111 દિવસની તપાસ બાદ એફએસએલ રિપોર્ટના આધારે પોલીસ ફરિયાદ નોંધી તેમ છતાં જાણે યુનિવર્સિટી હવે પોલીસ કાર્યવાહીની રાહ જોઇ રહી હોય તેવા ઘાટ ઘડાઈ રહ્યા છે.

આ સમગ્ર મામલે પ્રશ્ન પૂછાય તે પહેલા જ રાજકોટના મીડિયાને જવાબ આપવાને સ્થાને કુલપતિ નાસી ગયા હતા. આ મામલે કુલસચિવ અમિત પારેખે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિધાર્થીઓના હિતની જગ્યાએ રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. સાથે જ હવે પેપર રીસીવર તરીકે યુનિવર્સિટીમાં નોંધાયેલા પ્રાધ્યાપકને રાખવા નિર્ણય લેવાયો છે. પોલીસ તપાસમાં જે કઈ કસૂરવાર ઠરશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરીશું તેવું છે. તેમજ સમગ્ર મામલાનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.