આગામી ૧૫ મેથી આઈ- ખેડુત પોર્ટલ પર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના ખુલ્લી મુકાશે - At This Time

આગામી ૧૫ મેથી આઈ- ખેડુત પોર્ટલ પર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના ખુલ્લી મુકાશે


જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ યોજનાનો મહત્તમ લાભ લેવા કર્યો અનુરોધ

ગોધરા

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની પાણીના ટાંકા બનાવવાની સહાય અને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકેથી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ પંચમહાલ જિલ્લાના તમામ ખેડુતોને આ ઘટકોમાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે.

પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે.

વધુમાં અન્ય ખેતીવાડીની સહાયકારી યોજનાઓના ઘટકો માટે સમયાંતરે સરકારશ્રીમાંથી વહીવટી મંજૂરી મળ્યેથી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.