દરેક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના સ્ટાફની દર ત્રણ વર્ષે બદલી કરવાટિમ ગબ્બર ની રજુવાત - At This Time

દરેક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના સ્ટાફની દર ત્રણ વર્ષે બદલી કરવાટિમ ગબ્બર ની રજુવાત


અમો ટિમ ગબ્બર ગુજરાતના સુરતના કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીને વિવિધ જિલ્લામાંથી રજૂઆતો મળેલ છે કે,જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દરેક જિલ્લામાં આવેલ છે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પણ દર ત્રણ વર્ષ દરેક જ્યુડિશિયલ ઓફિસરોની સ્ટાફની બદલી કરવામાં આવે છે ત્યારે આ વિભાગમાં દસ દસ વર્ષથી કર્મચારીઓ ની બદલી કરવામાં આવતી નથી અન્ય તમામ સરકારી કચેરીઓ તથા અન્ય તમામ ડિપાર્ટમેન્ટમાં લેબર કોર્ટમાં વિગેરે જગ્યાએ ૩ વર્ષમાં બદલી કરવામાં આવે છે ત્યારે આ તંત્રને જ અન્યાય કેમ.? તેથી ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ,તથા સભ્યો અને તમામ પ્રકારના સ્ટાફની અન્ય વિભાગમાં બદલી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે રજુઆત છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.