વિરપુર તાલુકાના બારોડા રસ્તા પર ચાલતા નવીન નાળાનું ડાયવર્ઝન ચોમાસાની ઋતુમાં જોખમી બન્યું... - At This Time

વિરપુર તાલુકાના બારોડા રસ્તા પર ચાલતા નવીન નાળાનું ડાયવર્ઝન ચોમાસાની ઋતુમાં જોખમી બન્યું…


નાળાનું વહેલી તકે સમારકામ થાય તો રસ્તો શરૂ થાય તેવી માગ..

રાહદારીઓ અને ખેડૂતો માટે આ નાળુ માથાના દુખાવા સમાન બન્યું છે..

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના બારોડા ગામ પાસે આશરે ત્રણ ચાર માસથી ચાલતા નાળાના કામને લઈ ડાયવર્ઝન આપવામાં આવેલ હોઈ જે ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાવાથી જોખમી બન્યું છે, ઉબડ ખાબડ ડાયવર્ઝનનો રસ્તો વાહનચાલકો માટે કઠિન બન્યું છે.જેથી નાળાનું વહેલી તકે પૂર્ણ થાય અને સત્વરે રસ્તો સત્વરે શરુ થાય તેવી સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે ત્રણ-ચાર માસથી કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં ગોકળ ગતિએ ચાલતા નાળાના કામને લઈને ડાયવર્ઝન પર લોકો જીવના જોખમે પસાર થતા હોય છે,ચોમાસાના વરસાદી માહોલમાં ડાયવર્ઝનમાં પાણી ભરાતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બારોડાનું નવીન નાળુ છેલ્લા ત્રણ-ચાર માસથી મંથર ગતિએ ચાલે છે આ નાળુ જર્જરીત થતાં R&B વિભાગ દ્વારા નવીન નાળાની કામગીરી આદરી છે ત્યારે નાળાની કામગીરી ગોકળગતિ એ ચાલતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે,. ચોમાસાની ઋતુમાં ખેતરે આવન જાવન કરતા ખેડૂતો અને શાળાએ જતા વિધાર્થીઓ, અને રાહદારીઓ માટે જોખમી બન્યું છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.