વોર્ડ નં.10ના કોર્પોરેટર ચેતન સુરેજા બન્યા સૌ.યુનિ.ના સેનેટ મેમ્બર, RMCમાં કાયદાના ચેરમેન પદે લીલુબેન જાદવની વરણી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સેનેટ સભ્ય તરીકે રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર ચેતન સુરેજા ની નિમણુંક કરવામાં આવી છે. આજે રાજકોટ મનપા khate જનરલ બોર્ડ પૂર્વે મળેલી સંકલન સમિતિની બેઠકમાં નિર્ણય કરી પ્રદેશ ભાજપની સૂચના મુજબ સેનેટ પ્રતિનિધિ તરીકે ચેતન સુરેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ નામોની અંદર નેહલ શુક્લ, અને જયમીન ઠાકરનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ પ્રદેશ ભાજપ દ્વારા આ નામોને ફગાવી ચેતન સુરેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જયારે મનપાના કાયદો અને નિયમનના ચેરમેન તરીકે લીલુબેન જાદવની વરણી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.