બોટાદ ખાતે દિવ્યાંગ મતદારો સુગમ્ય રીતે મતદાન કરી શકે તે માટે વિશેષ કાર્યક્રમ સંપન્ન
બોટાદ ખાતે દિવ્યાંગ મતદારો સુગમ્ય રીતે મતદાન કરી શકે તે માટે વિશેષ કાર્યક્રમ સંપન્ન
સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયની પ્રેરણાથી જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.ત્યારે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પી.ડબ્લ્યુ.ડી. નોડલ અધિકારીશ્રી દિવ્યરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા દિવ્યાંગ મતદાતાઓ સુગમ્ય રીતે મતદાન કરી શકે તે માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 50 જેટલા દિવ્યાંગ મતદાતાઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને મતદાનની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી.તેમજ તમામ ઉપસ્થિતોને ઈ.વી.એમ. નિર્દશન પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સમાજ સુરક્ષા કચેરી અને બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ દ્વારા વિશેષ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.