વ્યક્તિ દૈહિક રૂપે સદેહ ભલે આપણી વચ્ચે ન હોય પણ વિચારો રૂપે જનમાનસ માં તેમના કર્મો જ તેમને અમર બનાવી દે છે
"વ્યક્તિ દૈહિક રૂપે સદેહ ભલે આપણી વચ્ચે ન હોય પણ વિચારો રૂપે જનમાનસ માં તેમના કર્મો જ તેમને અમર બનાવી દે છે"
સદગત ચંદ્રકાંતભાઈ તાવેથીયા નું જીવન પર્યન્ત જીવંત રહેતું પરમાર્થ કાર્ય
સુરત ની એક ડઝન જેટલી સંસ્થા ઓના હજારો આશ્રિત અતિથિ અભ્યાગતો અંધ અપંગ અનાથ વૃદ્ધ અશક્ત રક્તપિત મનોદિવ્યાંગો સંસ્થા માં મહાપ્રસાદ કરાવ્યો
સુરત શહેર ને કર્મભૂમિ બનાવી રહેતા મૂળ સૌરાષ્ટ્ર ના બાબરા તાલુકા ચંદ્રકાંતભાઈ મોહનભાઇ તાવેથીયા નું ગત ૨૮/૦૧/૨૩ ના રોજ દેહાવસાન થતા સદગત ના ઉમદા વિચારો એ તેમના પુત્રરત્નો અને પરિવાર દ્વારા સુરત શહેર ની એક ડઝન સામાજિક સંસ્થા ઓના હજારો આશ્રિતો અતિથિ અભ્યાગતો મનોદિવ્યાંગો અનાથો મુકબધીરો ને ભરપેટ ભોજન મહાપ્રસાદ નું સુંદર આયોજન કર્યું સ્વ ચંદ્રકાંતભાઈ તાવેથીયા ની ઉદરતા પરમાર્થ કરુણા વત્સલ્ય માનવતા તેમના પરિવાર માં ઉતરોતર ઉતરી આવી સદગત પુત્રરત્નો એ શહેર ની એક ડઝન થી વધુ સંસ્થા ઓમાં આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગો બીમાર પીડિત અનાથ રક્તપિત અંધ અપંગ અશક્ત વૃદ્ધ વ્યક્તિ ઓની સંસ્થા માં ભરપેટ ભોજન મહાપ્રસાદ કરાવી સુંદર સદેશ આપ્યો "વ્યક્તિ દૈહિક રૂપે સદેહ ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જનજન ના માનસ પટ ઉપર તેમના કર્મો જીવન પર્યન્ત જીવંત રહેતા હોય છે તેના કર્મો જ તેમને અમર બનાવી દે છે"
સુરત શહેર ની શ્યામધામ ચોક રોનક ચેરીટેબલ ટ્રસ્ટ ના બાળકો મંદબુધ્ધી ના પ્રભુજી પીપોદરા મંદબુધ્ધી ના પ્રભુજી ઓ જીવન જયોત વાલક પાટીયાં રક્તપિત થી પીડાતા વ્યક્તિ ઓની સંસ્થા અમરોલી સાપરા ભાઠા રોડ મધર્સ ટેરેસા લેપરોસીસ આશ્રમ તાડવાડી માનવ મંદિર ધોરણ પારડીમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ આશીર્વાદ મહાપ્રભુજી સહિત શહેર ની એક ડઝન જેટલી સંસ્થા ઓના આશ્રિત મનોદિવ્યાંગો વૃદ્ધ અશક્ત પીડિત અનાથ રક્તપિત્ત ભાઈ બહેનો સહિત હજારો વ્યક્તિ ઓને ને ભોજન મહાપ્રસાદ રુપી થાળ પીરસવામાં આવ્યો હતો તેમના પરિવાર ને વારસા માં મળેલ વિચારસરણી એ સદગત ના પરિવારો એ હજારો વ્યક્તિ ઓને ભોજન પ્રસાદ કરાવી ઈશ્વર ને સ્વંયમ જમાડ્યા નો અનહદ આનંદ અનુભવ્યો હતો અને આ સ્તકર્મ થી ખુશી વ્યક્ત કરી સમસ્ત માનવ સમાજ ને સુંદર સદેશ આપ્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.