ગીર સોમનાથ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નવા ત્રણ કાયદાઓના અમલ અંગે માહિતી અપાઇ
ગીર સોમનાથ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નવા ત્રણ કાયદાઓના અમલ અંગે માહિતી અપાઇ
૦૦૦૦૦૦૦
ભાલપરા, તાલાલા, ચિત્રાવડની હાઇસ્કૂલ અને રામ મંદિર ઓડિટોરિયમ હોલમાં ૭૦૦થી વધુ વ્યક્તિઓને નવા કાયદા અંગે જાગૃત કરાયા
ગીર સોમનાથ તા.૬, ગીર સોમનાથ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રીનીદેખરેખ હેઠળ કાર્યરત સંકલ્પડિસ્ટ્રીકટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન ગીર સોમનાથની ટીમ દ્વારા ‘’મિશન શક્તિ યોજના’’ અંતર્ગત ૧૦૦ દિવસીય સ્પેશિયલ અવરનેસ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ અન્વયે ત્રીજા સપ્તાહમાં સમગ્ર દેશમાં નવા ત્રણ કાયદા,ભારતીય ન્યાય સંહિતા 2024, નવો કાયદો (ipc ઇન્ડિયન પીનલ કોડ 2023 રદ) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2024 નવો કાયદો (crpc_2023ને રદ)અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2024 નવો કાયદો (એવિડન્સ ઍક્ટ-2023ને રદ કરતો નવો કાયદો) આમ ત્રણ નવા ફોજદારી કાયદા ભારતમાં અમલમાં આવ્યાં છે. તે અંગે લોકોને માહિતગાર કર્યા હતા.
આ નવા કાયદા અંગે સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ હોલ, ભાલપરા વૃંદાવન ઉચ્ચતર માધ્યમિક શાળા, તાલાળા ખાતે આલ્ફા વિદ્યા સંકુલ, ચિત્રાવડ ગામે ડાયમંડ હાઈસ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજીને ૭૦૦થી વધારે વ્યક્તિઓને નવા કાયદાના અમલીકરણ કરવા માટે તેમજ નવા કાયદા અને જૂના ipc,crpc, એવિડન્સ એક્ટ ફેરફાર તેમજ નવા કાયદાથી નવા નિયમો મુજબ ઝડપી કોર્ટ અને પોલીસ કાર્યવાહી તેમજ ઝડપી ન્યાય પ્રક્રિયા બની રહેશે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ‘’મિશન શક્તિ યોજના’’ કર્મચારીઓ તેમજ વિવિધ શિક્ષકો, પ્રિન્સિપાલ, તાલુકા કાનૂની સેવા સત્તામંડળ, તાલાલાના એડવોકેટ તેમજ તાલાલા પોલીસ સ્ટેશનના she-teamના સભ્યો સહભાગી થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.