ગુરૂવારે નવા 21 કેસ પોઝિટિવ, સેન્ટ્રલ ઝોનમાં કેસ ઘટ્યા, વેસ્ટ ઝોનમાં જ કેસ વધ્યા
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે પણ ફરી એક વખત વેસ્ટ ઝોનમાં જ કેસ વધી રહ્યા છે જ્યારે સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં ઘટાડો આવ્યો છે.મનપાએ જાહેર કરેલા આંક મુજબ શહેરમાં નવા 21 કેસ આવ્યા છે જેની સામે 55ને ડિસ્ચાર્જ કરાયા છે. જે નવા કેસમાં આવ્યા છે તેમાં 9 વેસ્ટ ઝોન વિસ્તારમાં છે અને તે પણ વોર્ડ નં. 10 અને 11ના છે. નાનામવા આરોગ્ય કેન્દ્ર અને નંદનવન આરોગ્ય કેન્દ્ર હેઠળ વિસ્તારના જ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.