મહિલા 181 ટીમે દાંપત્ય જીવન બચાવ્યું - At This Time

મહિલા 181 ટીમે દાંપત્ય જીવન બચાવ્યું


મહિલા 181 ટીમે દાંપત્ય જીવન બચાવ્યું

ગઢડા મહિલા સહાયતા કેન્દ્રમાંથી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યુ કે એક પીડિત મહિલાના પતિ તેમને ખુબ જ હેરાન કરે છે અને તેમનો દીકરો બીમાર હોય તેથી તાત્કાલિક ઘરે જવા માગે છે અને પતિને સમજાવવા માગે છે. કેસ આવતાની સાથે 181 ટીમના કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ ગાબુ એકતાબેન અને પાયલોટ ઝાલા કુલદીપભાઈ જણાવેલા એડ્રેસ પર પહોંચી અને મહિલા સાથે વાતચીત કરતાં પીડિત મહિલા ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી અને રાજપરા ખોડીયાર પહોંચી હતી. જ્યાં આખો દિવસ બેઠેલા જોઈ હોમગાર્ડે તેને ભાવનગર સખી ન સ્ટોપ સેન્ટર પર મોકલ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.