સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ધારાપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મીનાબેન વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ માં મળ્યું સ્થાન - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ધારાપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મીનાબેન વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ માં મળ્યું સ્થાન


વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન.બાળકો અને સમાજમાં પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે 'પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન' અંતર્ગત શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પ્રવૃત્તિને વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા ધારાપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મીનાબેન એફ. મનસુરીનું સચિવશ્રી સમગ્ર શિક્ષા એમ.પી. મહેતા, નિયામકશ્રી ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ, એમ. કે. રાવલ, મદદનીશ માધ્યમિક શિક્ષણ સચિવ પુલકીત જોશી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી ગાંધીનગર ખાતે 29/12/2024ના રોજ સન્માન કરવામાં આવ્યું. ગ્રામજનો,શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા પરિવાર દ્વારા આચાર્યશ્રીને અભિનંદન પાઠવવમાં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image