રાજકોટ મહાનગરપાલિકાએ ‘ટેક્નિકલ’ કારણોસર ચાર વર્ષમાં 76 કાપ ઝીંક્યા!
નર્મદાની લાઈનમાં શટડાઉન આવે તો બે દિવસ શહેર તરસ્યું રહે
રાજકોટ શહેરમાં પાણીકાપ મોટી સમસ્યા છે. વર્ષની સરેરાશ કાઢીએ તો દર મહિને એકાદ વિસ્તાર પાણી વિહોણો રહે છે. આ પાછળ મનપા ટેક્નિકલ કારણ હોવાનું બહાનું ધરી દે છે. આવા જ ટેક્નિકલ કારણોસર ચાર જ વર્ષમાં અધધ 76 પાણીકાપ ઝીંકી દેવાયા છે. નાના મોટા ભંગાણ અને રિપેરિંગથી એકાદ બે વિસ્તાર પાણી વિહોણા રહ્યા હોય અથવા તો ચારથી પાંચ કલાક પાણી વિતરણ મોડું થયું હોય તેનો તો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.