ભુરખીયા હનુમાનજી મંદિરે રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર - At This Time

ભુરખીયા હનુમાનજી મંદિરે રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર


ભુરખીયા હનુમાનજી મંદિરે રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર - મુંબઈના સહયોગથી બુધવારે ૬૭મો વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે. આંખના રોગ થી પીડાતા દર્દીઓ માટે લાઠી તાલુકાના ભુરખીયા હનુમાનજી મંદિરે તા.૧૮-૧૦-'૨૩ ને બુધવારે રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર - મુંબઈના સહયોગથી સવારના ૮ થી બપોરના ૧૨-૩૦ વાગ્યા સુધી લાયન્સ ક્લબ ઓફ અમરેલી ( સીટી ) , શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલી નાં સયુંકત ઉપક્રમે વિના મુલ્યે ૬૭મો નેત્ર નિદાન કેમ્પ યોજાશે.જેમાં જરૂરિયાત મંદ દર્દીઓને મફતમાં મોતિયોના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપવામાં આવશે. કેમ્પના સ્થળે નંબરના ચશ્મા રાહત ભાવે બનાવી આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા આવનાર દર્દીઓએ આધાર - પુરાવા સાથે લાવવા.તેમ આયોજકોએ આ કેમ્પનો લાભ લેવા જણાવેલ છે.( અહેવાલ - અતુલ શુક્લ દામનગર.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.