રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ માટે ત્રણેય ઝોનમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
રાજકોટ શહેર તા.૨૪/૧૨/૨૦૨૪ ના રોજ દરેક વ્યક્તિ માટે આયુર્વેદિક સુખાકારી અને વ્યક્તિગત સ્વાસ્થ્ય સંભાળનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂલ્યાંકન વ્યક્તિના આંતરિક શારીરિક અને મનોવૈજ્ઞાનિક બંધારણ (પ્રકૃતિ)ની વિગતવાર સમજ પૂરી પાડે છે, જે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરી શકે છે. આ માટે ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ રીસર્ચ & હોસ્પિટલની ટીમના પ્રેક્ટિશનરો દ્વારા હેલ્થ ચેકઅપ કરી ખાનપાનની અનુકૂળ આરોગ્ય અને જીવનશૈલી યોજનાઓ બનાવવામાં મદદ કરશે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરાવવા બાબતે ત્રણેય ઝોનના મીટીંગ હોલમાં ઝોન વાઇઝ આજ તા.૨૪/૧૨/૨૦૨૪, મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧ કલાક દરમ્યાન હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં ૧૨૫૯ અધિકારીઓ-કર્મચારીઓ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ કેમ્પમાં ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ રીસર્ચ & હોસ્પિટલની ટીમ દ્વારા અધિકારીઓ-કર્મચારીઓનું જનરલ હેલ્થ ચેકઅપ, પ્રકૃતિ પરીક્ષણ અને નાડી પરીક્ષણ કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.