વઢવાણ હત્યાકેસમાં બે મહિલા સહિત છ શખ્સ ઝડપાયા
- મફતીયાપરામાં પૈસાની લેતીદેતીમાં બનેલો બનાવ- સમજાવવા ગયેલાઓ ઉપર ઘાતક હથિયાર સાથે હુમલો કરાતા યુવકને છરી વાગેલીસુરેન્દ્રનગર : વઢવાણ દુધની ડેરી પાછળ આવેલ મફતીયાપરામાં તા. ૨૧મીએ પૈસાની લેતીદેતીમાં એક વ્યક્તિની હત્યા થયેલ હતી. સુરેન્દ્રનગર સહીત બી ડીવીઝન પોલીસે આ બનાવના તમામ આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રંકારની છેકે,સુરેન્દ્રનગરની મારવાડી લાઈનમાં રહેતા ભરતભાઈ ગાંડાભાઈ પનારાના ભત્રીજા સંજયને દુધની ડેરી પાછળ રહેતા ભાવિન સોમાભાઈ ઝીંઝુવાડીયા સાથે પૈસાની લેતીદેતી બાબતે તકરાર થતા ઝગડો થયો હતો. આથી ભરતભાઈ પનારા અને તેમના ભાઈ કમલેશભાઈ ગાંડાભાઈ પનારા તથા અન્યો ભાવિનના ઘર પાસે સમજાવવા ગયા હતા. દરમ્યાન બે મહિલા સહીત છ શખ્સોએ છરી, ધારીયા, લાકડા ધોકાથી હુમલો કરતા કમલેશભાઈનું છરીના ઘાથી મોત નિપજેલ હતું. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસમાં બે મહિલા સહિત છ સામે ગુનો નોંધાયો હતો.બી ડીવીઝન પોલીસે આ બનાવમાં સર્વેલેન્સ સ્કવોડના સ્ટાફ સાથે ઝડપી તપાસ કરીને ગુનામાં સંડોવાયેલા દશરથ સોમાભાઈ ઝીંઝુવાડીયા, ભાવીન સોમાભાઈ ઝીંઝુવાડીયા, રવિ ઉર્ફે ટકો જગમાલભાઈ અઘારા,રાહુલ ઉર્ફે ભુવા રણજીતભાઈ કેરવાડીયા, મરઘાબેન સોમાભાઈ ઝીંઝુવાડીયા, તથા જીજ્ઞાાબેન પ્રવિણભાઈ ઝીંઝુવાડીયાને ગુનામાં વાપરેલ હથિયારો સાથે ઝડપી લઈને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.