અમદાવાદમાં સંક્રમણ ઘટતા નવા ૧૫૫ કેસ નોંધાતા રાહત - At This Time

અમદાવાદમાં સંક્રમણ ઘટતા નવા ૧૫૫ કેસ નોંધાતા રાહત


        અમદાવાદ, શુક્રવાર, 24 જુન,2022શુક્રવારે અમદાવાદમાં દૈનિક કેસમાં ૨૭ કેસનો ઘટાડો થતા નવા
૧૫૫ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું.૧૧૭ દર્દી સાજા થયા
હતા.એસ.ટી.તથા રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો
છે.એસ.વી.પી.હોસ્પિટલમાં છ દર્દી વોર્ડમાં સારવાર હેઠળ છે.

શુક્રવારે શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો
હતો.નદીપાર આવેલા જોધપુર,
થલતેજ,બોડકદેવ
ઉપરાંત સરખેજ, ચાંદખેડા
અને ચાંદલોડીયા વોર્ડને બાદ કરતા અન્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો
હતો.એસ.ટી. અને રેલવે સ્ટેશન ખાતે શુક્રવારે કુલ મળીને ૨૨ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ
કરવામાં આવ્યા હતા.માર્ચ-૨૦૨૦થી અત્યાર સુધીમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ
મળીને ૩,૮૭,૩૫૨ કોરોના
પોઝિટિવ કેસ નોંધાયા હતા.કુલ ૩,૮૨,૬૨૯ દર્દી કોરોના
મુકત થયા હતા.અત્યાર સુધીમાં કુલ ૩૭૧૪ લોકોના કોરોના સંક્રમિત થવાથી મોત થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.