ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧” તળે વહેલી તકે રજીસ્ટ્રેશન મેળવી લેવા અનુરોધ - At This Time

ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧” તળે વહેલી તકે રજીસ્ટ્રેશન મેળવી લેવા અનુરોધ


ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ અંતર્ગત બોટાદ જિલ્લા તળે આરોગ્યને લગતી તપાસ નિદાન અને સારવાર કરતા એલોપેથી, યોગા અને નેચરોપેથી, આયુર્વૈદિક, હોમીયોપેથી અને સિધ્ધા અને યુનાની મેડીસીન પદ્ધતિ કે લેબોરેટરી કે બ્લડ બેંક કે ફીજીયોથેરાપીથી સારવાર તપાસ અને નિદાન કરતા તમામ ક્લિનીક, સંસ્થા, ટ્રસ્ટ, હોસ્પિટલ, નર્સીંગ હોમ અને પોલીક્લિનીક વગેરે ઓએ ફરજીયાત સદર કાયદા તળે સત્વરે રજીસ્ટ્રેશન મેળવી લેવા જણાવવામાં આવે છે,ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ની કલમ ૬ હેઠળ કોઇ પણ ક્લિનીક હોસ્પિટલ, પ્રસૃતિ ગ્રુહ, નર્સિંગ હોમ કે પોલીક્લિનીક સદર કાયદા હેઠળ રજીસ્ટ્રેશન વગર ચલાવી શકાશે નહીં તેમ જિલ્લા રજીસ્ટેરીંગ ઓથોરીટી (જીસીઇએ) વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.