દેશમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકની 19 વસ્તુઓ પર મુકાશે પ્રતિબંધ, જાણો વધુ
- સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી કપ, ગ્લાસ, ચમચી અને સ્ટ્રો જેવી ચીજો પર પ્રતિબંધ આવી શકે એવી શક્યતાઓ છેનવી દિલ્હી, તા. 29 જૂન 2022, બુધવારદેશમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. 1 જુલાઈથી આ વસ્તુઓના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણને ઘટાડી શકાય તે માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ આપણે એકવાર કર્યા બાદ તેને ફેંકી દઈએ છીએ અને જે પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પર્યાવરણ સુરક્ષા કાયદા હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ હવે આ વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેને આ કાયદાની કલમ 15 હેઠળ દંડ અથવા જેલ અથવા બંને સજા થઈ શકે છે. કલમ 15માં 7 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણીય મંત્રાલયે મંગળવારે આ સંબંધિત નોટિફિકેશન બહાર પાડી દીધું છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં એવું જણાવાયું છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી કપ, ગ્લાસ, ચમચી અને સ્ટ્રો જેવી ચીજો પર પ્રતિબંધ આવી શકે એવી શક્યતાઓ છે. - આ વસ્તુઓ પર પ્રતિબંધ બલૂન સ્ટીક્સસિગારેટના પેક્સસિગારેટના ખોખા થર્મોકોલઆઈસ્ક્રીમ સ્ટીક્સ , પ્લાસ્ટિક ઝંડાકટલરી આઈટમ્સ, પ્લેટસ, કપ્સ, ગ્લાસ, ફોર્ક્સ, ચમચી, છરીકાંટા અને ટ્રે ઈયરબડ્સમીઠાઈના બોક્સઆમંત્રણ પત્રિકા, કાર્ડ100 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક અથવા પીસીવી બેનર્સ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.